Posted by: bazmewafa | 05/24/2007

મહાકવિ ઈકબાલ શ્રેણીં *1

 

મહાકવિ ઈકબાલ(અલ્લામાં ડો.સર મોહંમદ ઈકબાલ _બાર એટ લૉ_કેમ્બ્રીજયુની.ગ્રેટ બ્રિટન)
ખુદી અને ઈકબાલ_મોહંમદઅલી ભૈડુવફા
સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા
હમ બુલબુલેં હૈ ઉસકી વો ગુલસિતાં હમારા.
ઉમ્રહા દર કાબઓ-બુતખના મી નાલીદ હયાત
તા ઝ બઝમેં ઈશ્ક યક દાનાએ રાઝ આયદ બરૂં.

(અલ્લામા ઈકબાલનો એક ફારસી શેર)અનુવાદ: જીંદગી વર્ષો સુધી કાબા અને બુતખાનામાં આક્રંદ કરતી રહી,કે જેથી પ્રેમની મહેફિલ મહીંથી રહસ્યોનો એકાદ માર્મિક બહાર તો આવે.

ખુદીકો કર બુલંદ ઈતના કે હર તકદીર સે પહેલે
ખુદા બંદેસે ખુદ પુછે બતા તેરી રજા કયા હૈ
?

ખુદીના પ્રખર ઉપાસક પૂર્વના મહાન કવિ ડૉ.ઈકબાલે પોતાના કાવ્યોમાં ખુદી વિશે એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ આપ્યો છે.ઈકબાલની ખુદી આત્મ ગૌરવની ક્ષિતિજે,શિખરે વિહરેછે.એમના કથનની પ્રબળતા અને ચોટ અહંકારમય હોવાની આશંકા ઉપજાવે છે.પણ તે સત્ય નથી.એમાં આત્મ ગૌરવ અને ખુદ્દારીમાં વિનયની મહેક ભળેલી છે.જે ગર્વને ગૌરવથી છુટું પાડે છે.
ઉપરોકત શેરમાં ખુદા તાઅલા પોતાના બંદાને તેની રજા મંદી વિશે પૂછે ,એવું વિધાન આશ્ચર્ય કારક જરૂર લાગે.પરંતુ પહેલા મિસરામં એમણે શરત જણાવી દીધી કે જો બંદો પોતાની ખુદી બુલંદ કરીલે .અને તે કઈ રીતે?મનમાં અહંકાર રાખીને !નહીં .એનો ઉત્તર ઈકબાલ નીચેના શેરમાં આપતાં કહે છે કે_

અમલસે જિંદગી બનતી હૈ જન્નતભી જહન્ન્નમ ભી
યે ખાકી અપની ફિતરત મેં ન નૂરી હૈ ન નારી હૈ.

અહીં આપણને ઈકબાલની ખુદીની પ્રાપ્તિનાં સાધનોનો નિર્દેશ જાણવા મળેછે.અને સાથે વિનમ્રતાનું તાદશ દ્રષ્ટાંત.
ઈકબાલને મનુષ્યની શક્તિ પર ભારે વિશ્વાસ હતો.અને એમાનવજાતમાં રહેલી સુષુપ્ત ખુદ્દારીને જાણે જગાડવા કેમ મથતો હોય એમ એ કહે છે_

આશના અપની હકીકતસે હો તુ એ દહકાં જરા
દાના તુ
,ખેતીભી તુ, બારાંભી તુ, હાસિલભી તુ.

કિસાનોને ઉદ્દેશીને કહેછે કે,હે કિસાન તુ તારી હકિકતથી જ્ઞાત થા.સમજીલેકે બીજ પણ તુ છે, ખેતી પણ તું છે,વર્ષા પણ તુ છે,ને એનું ફળ પણ તુંજ છે.કેટલી ઉચ્ચ કક્ષાનું ચિંતન.અને ક્રાંતિની વિશિષ્ટ ચીનગારી દ્રષ્યમાન થાય છે. આગળ કહે છે:

કાંપતા હૈ દિલ તેરા અંદેશએ તુફાંસે કયા?
નાખુદાતુ
,બહરભી તુ,કશ્તી ભી તુ સાહિલ ભી તુ.

તારું હ્રદય તૂફાનનાં ભયથી કેમ થરથરે છે?શું તુ એનાથી અજ્ઞાત છે કે નાવિક પણ તુ છે,સમુદ્ર,નૌકા અને કિનારો પણ તુજ છે.(પછી ડર શાનો?) ખુદી અને ખુદ્દારી વિષે એમના કાવ્ય સંગ્રહોમાં સંખ્યાબંધ શેરો જોવા મળશે.નીચેના એક કાવ્યમાં થોડાક શેરોમાં ખુદી વિશે સીધો નિર્દેશ કરી ખુદીની વ્યાખ્ય આપેછે.

યહ મૌજે નફસ કયા હૈ એક તલવાર હૈ
ખુદી કયા હય
? તલવાર કી ધાર હૈ

.ખુદી કયા હૈ ? રાઝે દરુને હયાત
ખુદી કયા હૈ
? બેદારીએ કાયનાત.

ખુદી કા નશેમન તેરે દિલ મેં હૈ
ફલક જીસ તરહ આંખ કે તીલ મેં હૈ.

આ જિવનનું વહેણ તલવાર છે.અને ખુદી (આત્મ સન્માન) એ એની ધાર છે.ખુદી જિવનનો ગુપ્ત ભેદ છે.ખુદી એ સૃષ્ટિનું જાગરણ છે.ખુદીનું સ્થાન તારા હ્રદયમાં અંકિત છે.જેવી રીતે સમગ્ર આકાશ તારી આંખની કીકી માં સમાએલું છે.
સુંદર આરોપણ અને ખુમારી ભર્યા વલણ સાથે જિંદગી ને એક તલવારની ઉપમાં અર્પી
,અને ખુદી એ તલવારની ધાર.અને ધાર તલવાર માટે અનિવાર્ય છે.એના વગર તલવારની ઉપયોગિતા સાબિત થઈ શકતી નથી.
ઈકબાલે ખુદીના પ્રતીક તરીકે શાહીન(બાજ પક્ષી) પર પસંદગી ઉતારી છે.અને એવા સંકેત વાળા ઘણા શેરો એમના કાવ્ય સંગ્રહમાં અંકિત થયા છે.

નહીં હૈ તેરા નશેમન કસરે સુલતાનોં કી ગુંબદ પર
તુ શાહીં હૈ બસેરા કર પહાડોકી ચટાનો પર.

તારું નિવાસ્થાન(માળો) બાદશાહના મહેલોના ગુંબદો નથી,તું તો શાહ બાઝ છે, તારુંનિવાસ્થાન પહાડોની ઉંચી ચોટી છે.
આમાં સુફીપણાની ભાવના સાથે ,ખુમારી ભર્યા જિવનનો સંદેશ છે.
ખરેખર ઈકબાલે માનવ જાતિંને ખુદીનો માહાન પૈગામ આપ્યો.
(વ.સમાચાર માર્ચ 1967)

Posted inપરિચય_જીવન*કવન

 

 
 
 
 

 

 

Advertisements

Responses

  1. […] https://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/ […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: