Posted by: bazmewafa | 05/19/2007

હશ્રકી સુબહે દરખશાં હો_ આદિલ મનસૂરી

adil2.jpg

 

શ્રી આદિલ મનસૂરીના ઉર્દુ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાંથી_ _શમસુરરેહમાન ફારૂકી

 

આદિલ મનસસૂરીને આપણા યુગનાં સૌથી વધુ તાજગી ભર્યા અને સૌથી વધુ પ્રગતિશીલ અને હિંમતવાન કવિ કહી શકાય છે. પાછલા ત્રીસ વરષોમાં એમણે આધુનિક નઝમ,આધુનિક ગઝલોની રંગોળીમાં નવા રંગો અને નવીનતમ શૈલીનો વધારો કર્યો છે.જયાં સુધી નઝ્મ ને લગે વળગે છે ત્યાં સુધી એમની સામે (એમના તમામ સમકાલીનો ની સામે) મીરાજી,રાશીદ અને અખ્તરૂલ ઈમાન ના નમુનાઓ પ્રાપ્ય હતા.એમને ખબર હતી. એમણે નવી યાત્રા ત્યાંથી શરૂ કરવાની છે,જ્યાં એ લોકોએ પુર્ણાહૂતિ કરી છે.પરંતુ આદિલનો કમાલ એ છે કે એમણે સભાન અથવા અભાન અવસ્થામાં એમને દૂર અને પાંસેના એવા ઝરણાઓનાં ઉંડા પાણીથી પોતાની નઝમોની સિંચાઈ કરી, જે બીજા ઉર્દુ શાયરોના હાથવગી નહતી.ઉદાહરણ તરીકે એક તરફ એમણે અને ફકત એમણેજ એવી નઝમો રચી,જે ને અતિવાસ્તવવાદ થી પ્રભાવિત વ્યક્તિવાદ સર્જન અથવા ભાવનાની સ્વાતંત્રિય અભિવ્ય્ક્તિ પર રચેલી છે.એવું અનુમાન કરીશકાય.અને બીજી બાજુ એમના કલ્પન અને વિચારધારાના અમલથીઈસ્લામી ધાર્મિક મંથન,ઈશારાઓ અને હિકાયતો પણ સમયાનુસાર એવી નઝમો માં દોડી આવેછે.જેનું સીધું મૂળ અતિવાસ્તવવાદની સ્વયંય સર્જિત કળામાંજ શોધી શકાય.

અને શ્રી આદિલ ની પાંસે એવી નઝમો પણ છે જેમાં અર્થઘટન અનેવિષય વસ્તુથી આગળ જવાના પ્રયાસ અને કોયડાની જેમ અર્થ વિહિન લાગતા પણ અર્થસભર લખાણ સર્જેવાનો પ્રયત્ન દ્રષ્ટિ ગોચર થાય છે.અને એજ શ્રી આદિલ મનસુરી કદી કદી બિલકુલ સહજતાથી વકતવ્ય અને અંગત મંતવ્યો અને સામાજિક મંતવ્યોથી ભરેલ નઝમો પણ સર્જી દે છે.અને મઝાની વાત તો એછે કે આવી રચનાઓમાં પણ શબ્દોની પસંદગી અને ગુંથણી અને તિરોધાન ની બેબાકી એમાં ભરેલી હોય છે,જે એમની ગૂઢતા સભર નઝમો ની વિશિષ્ટા છે.

ગઝલનો વિષય જરા વધુ વૈચિત્ર્ય ધરાવતો હતો.સલીમ અહમદ,.મોહંમદ અલ્વી,ઝફર ઈકબાલના દ્રષ્ટાંતો હતાં.પરંતુ શ્રી આદિલ મંસુરી ગઝ્લના આ પ્રવર્તનન ઢાંચા પર જે પ્રહાર કરવા માંગતા હતા,એમના માટે આ દ્રષ્ટાંતો પુરતા નહતાં.ત્યાં શ્રી આદિલને ચિત્રાંકન કરનારી આંખ કામે લાગી. આદિલે જ્યારથી ગઝલ રચવાનું શરૂં કયું તે પછી ની દુનિયા ઘણી બદલાય ગઇ છે,એમનું નામ નવીનતા ના ભેખધારીઓમાં પ્રથમ હરોળમાં પ્રથમથીજ લેવાય રહ્યું છે.બદલાય રહેલા વિશ્વનું સંવેદન એમના કાવ્યોમાં મૂર્ત થાય છે.પરંતુ આધુનિકતાના મૂળભુત સિધ્ધાંતો એટલે પ્રયોગોથી લગાવ,ભાષાના વિષયમાં સાદગી અને સંસ્કારિક વલણ, ઉપમાઓ અને પરિવેશમાં નિડરતા અને અર્થોના સીમાડાઓને ઓળંગીજવાનો પ્રયત્ન.જેથી અર્થઘટન ના અર્થઘટન સુધી પહોંચી શકાય.એમનાં આ ગુણધર્મો હજી પણ ભુતપૂર્વ ખુબી અને ચેતનાની સાથે અસ્તિત્વ ધરાવે છે. મને આશા છે કે આ એમનો પહેલો ગ્રંથ ભવિષ્યમા પ્રકાશિત થનાર બીજા ગ્રંથની ખૂશખબરી આપી રહ્યો છે.અને આ ગ્રંથ આ સદીના(20 મી)આખરી દાયકાનો અતિ મહત્વ ગ્રંથોમાં સ્થાન પામશે.

_શમસુરરેહમાન ફારૂકી(ઉર્દુના નામાંકિત લેખક.પત્રકાર અને વિવેચકઉર્દુ સામાયિક શબખૂનનાં તંત્રી.જેમને હલમાંજ હરિયાણા રાજ્યે એમની સાહિત્યસેવા અને નવલકથા કઈ ચાંદ સરે આસ્માંમાટે એવોર્ડ આપ્યો છે.એમણે જે પણ કહ્યું છે એ એમના ગુજરાતી સર્જન માટે સવાયી રીતે કહી શકાય

 

 

 

Advertisements

Responses

  1. બહુ જ સરસ અને સમયસરની ટપાલ . આદિલ જી ની જીવનઝંખી વાચો –
    http://sureshbjani.wordpress.com/2006/08/12/adil_mansuri/

  2. […] # એક સરસ લેખ […]

  3. Informative Article

  4. વાહ ખુબ ઘણુઁ સુઁદર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: