Posted by: bazmewafa | 05/09/2007

ઈરાક કંઈ આપણો દેશ નથી._ચારલી રીઝ.

ઈરાક કંઈ આપણો દેશ નથી._ચારલી રીઝ.

કેટલીક ટકોર:

ઈરાક કંઈ આપણો દેશ નથી.આપણું આક્રમણ અને કબ્જો બિન કાયદેસર છે.એ આંતરરાષ્ટ્રિય કાનૂનો અને આપણી પરંપરાના પણ વિરુઉધ્દ્ધ છે.આપણી સામે યુધ્દ્ધ માટે જૂઠાણું ચલાવવામાં આવ્યું,અને એની પ્રક્રિયા હજી ચાલુજ છે.બુશ વહીવટ અને ડેમોક્રેટસ બન્ને આપણા સૈન્યને અનિશ્ચિત મુદ્દત માટે ઈરાકમાં રાખવા માંગે છે. એક નાનું હાથ વગું જાહેર નામું કે તમે કંઈ તોડો તો તમેજ એને રાખી લ્યો.એ કદાચ બીન ખરીદેલા માલ માટે યોગ્ય હશે.પરંતુ એ રાષ્ટ્રો અને રાજયોનાં મામલે લાગુ પાડી શકાય નહીં.તમને તમારા પાડોશીના ઘરની માલિકી પ્રાપ્ત થઈ શકતી નથી ,કારણકે તમે એને ફૂંકી માર્યું.આપણે ચોક્કસ પણે ઈરાકનાં ભુક્કા બોલાવી દીધા,પણ એ પ્રકરણે તો આપણને પાપના ભારા અર્પણ કર્યા છે.એ આપણને એ દેશનું માલિકપણું આપી દેતું નથી.

એ ભૂલવું ઘણું સહેલું થઈ ગયું છે કે અમેરિકન રાજકરણીઓ અને બન્ને પક્ષો એવું કહેતા હોય કે ઈરાકે શું કરવું જોઈએ અથવા ઈરાકે શું કરવું જરૂરી છે? આપણે જે પણ કહીએ એમાનું ઈરાકી સરકારે કંઈ પણ કરવાનું રહેતું નથી,અને અત્યાર પર્યંત દેશને વચનો આપ્યા સિવાય કશું કર્યું પણ નથી એક વાક્ય ઈરાકમાં વારંવાર સાંભળવામાં આવે છેકે ઈરાક હવે ખતમ થઈ ગયું છે. એશિયન ટાઈમ્સ ના પેપ એસ્કોબારનું આ મંતવ્ય છે.મેં તાત્કાલિક એનાં મંતવ્યને અનુમોદમન આપતાં કહ્યું બગદાદ ,એ કિલ્લેબંધ વ્ય્ક્તિગત બની ગયું છે.એ ભાઈ એને બે બઈરાકી પત્રકારો એ બગદાદનારેડ ઝોન(રાતા વિસ્તાર)નો ચક્કર લગાવ્યો.તો ફકત બગદાદના અવશેષો જોયા.,બીજું તો સખત અને સંપુર્ણ રીતે સુરક્ષિત બગદાદ નો ગ્રીન ઝૉન, છે.વોશીંગટનના મોટાં માથા જે વાત કહેછે , અને આલોકોએ જે જોયું તેની તુલના આપજ કરીલો.

એ લોકો સાદી કારમાં કોઇ પણ જાતના હથિયારસજ્જ વાહન વગર આ મુસાફરી કરેલી.સૈનોકોનાં ખડકલાઅને મિલટરી હેલિકોપ્ટરો માથે ભમરાતા હોય એવી દશામા અમિરાકાના દિગ્ગજો ઈરાકની સફાર કરતા હોય છે.તેમના તરફ ગોળીઓ વરસી અને કેદ કરી લેવાયા પરંતુ હેમખેમ બચી ગયા.

આપણે ઈરાક માંથી તાત્કાલિક નીકળી જવું જોઈએ.આ માહા ભૂલે આપણા 3,300 અમેરિકન સૈનિકોની જાન ખૂવારી,અને આપણા ટેક્ષના નાણાંના $500 બિલિયન ડોલર ધોવાય ગયા છે.30,000 સૈનોકો ઘાયલ થયા છે.અને અંત મા આ બિહામણી ગૂફાના છેડા પર એક ઝાંખો પ્રકાશ પણ દ્રધ્યમાન નથી..

જ્યારે હું કહું છું કે રીપબ્લીકન અને ડેમોક્રેટ બન્ને ઈરાકમાં લાંબા ગાળાની પોતાની સૈન્ય હાજરી ચાહે છે,કારણકે એ બન્ને એવુંજ કહી રહ્યા છે જો તમે જરા નજદીકીથી સંભળોતો.ડેમોક્રેટોની સૈન્ય વાપસીની આખરી તારીખ વિષે એવું કથન છે કે થોડું સૈન્ય ઈરાકમાં રહેવા દેવું.જેથી બળવાને નાથી શકાય.જો તમે એ કાર્ય પુરૂં પણ પાડી શકતા હોય તો તમને બીજાં 10 વર્ષ જોઇશે.
તમે ઈરાકી જાન હાનિનાં આંકડાઓ નિહાળોતો ,આપણે ત્યાં મૂળભુત યુધ્ધ નથી કરતા.દરરોજ આપણે માણસો ગુમાવિયે છીએં , હા ફકત એકજ દશાંકમાં.અને કોઇ પણ તદબીર અજમાવિએં તો પણ આપણે વધુ ને વધુ માણસો ગુમાવવા પડશે,જ્યાં સુધી ઈરાકીઓ નાગરિક યુધ્ધ્ ચાલુ રાખે અને ત્યાં આપણી હાજરી હોય.આપણી માંદી મનોવૃત્તિ સાથે એને કાયદેસરતા બખ્શવા માંગીએં છીએં,અને કહેતા રહીયેં છી એં કે આ કબ્જો નથી .પણ ઈરાકીઓ એને કબ્જો કહે છે,અને એમને તસુ ભર પણ ગમતું નથી.
જયારે અમેરિકન રાજકરણીઓ એવું કહે કે જો આપણે એ પ્રદેશ ખાલી કરી દેશું તો ત્યાં અરાજકતા સરજાશે.તો એ એક મોટો જોકસ છે અને બીજું ફારસ એ છેકે આપણે મધ્ય પૂર્વને લોકશાહી આપી શકીએં.હજી બીજી એક હસ્યસપદ વાત એ છેકે આપણે એવું માનીએ છીએં કે પેલેસ્ટાઈન-ઈઝાઈલાના સંઘર્ષના હલ વગર આતંક વાદ સાથે નીપટી શકીએં.

જો હું ધારું કે વોશિંગટનના સત્તાધિશો ઘણા ચતુર છે તો મારે કહેવું જોઇએં કે આપણો ઈરાદો આ મુલ્કને તબાહ કરી અને એનાં ભંગાર ને છોડી ચાલ્યા જવાનો છે. પણ મારે કહેવું જોઇએ કે એ લોકો ચતુર નથી.જોકે એ લોકો અંદર ઘુસી ગયા, સદ્દામને ઉઠલાવી નાંખ્યો અને એનો ખાત્મો બોલાવી દીધો.આ બધું એટલા માટે બને છે કે એમના સલાહકારોમાં મુઠ્ઠીભર યુનીવર્સીટીઝ્જનાધારદાર ર્બુધ્ધિશાળીઓ,થીંકટેંકો નિતિઓ નક્કી કરે છે.પરંતુ યુધ્ધ અને શાંતિ ના વિષય માં જેમનાં બૂટો કાદવમાં ઘસાય ગયાછે,અને જેમણે બંદુક અને તોપ ની ઘણઘણાટી પોતાના કાનોથી સાંભળી છે એમની સલાહ લેવામાં આવે.. આ પ્રકારના માણસોનો વોશિંગટન તેમજ પેંટાગોન માં દુ:કાળ છે.

હાલની નિતિ ઈરાકની પ્રજા સામેનો રોજિંદો અપરાધ છે.અમેરિકન સૈન્યોના જીવનનું વેડફવું છે.અને ભવિષ્યના અમેરિકન નાગરિકો ઉપર આર્થિક બોજ છે.અને જગત ની સામે એની જાહેરાત છે કે અમારું રાષ્ટ્ર એક મુર્ખાની ટોળકી ચલાવી રહી છે.

(ચારલ્સ રીઝ જન્મ:1937 એમનું સ્પસ્ટ વકતવ્ય મશ્હૂર છે. એ ઓરલાંડો સેંટીનલની સાથે 1971-થી 2001 સુધીલેખક અને જુદી જુદી તંત્રી જવાબદારી ની હેસિયતથી જોડએલ હતા.સંઘર્ષ મય જીવનથી આગળ વધેલા ચાર્લસ રીઝની કોલમો અઠવાડિયામાં ત્રણ વખત કીંગ ફીચર સીંડીકેટરજુ કરેછે.)

Disclaimer:

બઝમે વફામાં પ્રગટ થતાં લખાણો,કવિતા,ચર્ચા ,અભિપ્રાય વિ સાથે તંત્રી મંડળ સહમત છે,એવું માની લેવાની જરુરત નથી.

 

 

.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: