Posted by: bazmewafa | 04/21/2007

કવિતા:આંસુઓના જામ બનાવી પીવામાં……ડૉ. અશોક પટેલ

આંસુઓના જામ બનાવી પીવામાં……ડૉ. અશોક પટેલ

આંસુઓના જામ બનાવી પીવામાં
ચુપચાપ, કંઈ કેટલીયે રાતો કાઢી.
ને શબ્દો સૂકવવા મૂકયા કાગળની ખીંટી પર
તો ભીંતે ભીતરની ભીનાશ કાઢી.
ફરીયાદ કરવાની આદત નથી
ને કરવી તો કોને જઈને કરવી?
જે કાયદાકાનૂનથી પર છે, ત્યાં, બંદોબસ્ત કરવામાં,
જિંદગીની સવાર, બપોર ને સાંજ કાઢી !

અન્ય અછંદાસ રચનાઓ

(1)

બે લીટી સમજીને છે.
હું તો વાંચી ગયો !
ધીમે ધીમે સમજાણું!
તું તો વિચારવિસ્તાર

(2)

સંબંધોની આરપાર,
ધારી ધારીને ના જોતો !
કાચા રંગનું કપડું છે ,
પાણીથી ના ધોતો !
છે એને એમ જ ગમાડ !
બધે એમ જ છે !
નહીં તો ઠેર ઠેરથી પાછો,
આવીશ રોતો રોતો !

(3)

બહારથી ઉંડાઈનો
અંદાજ ના બાંધશો !
જખમ અંદરથી શરૂ થાય છે
કેમનાં માપશો ?

(4)

‘એપૉઈન્ટમેંટ લેવી છે તારી’
અંદરથી અવાજ આવ્યો !
કેટલો દૂર નીકળી ગયો છું…. મારાથી…..
ત્યારે જ અંદાજ આવ્યો !
‘ખુદ’ ને ‘ખુદા’ ની આડે
એક જ ઉભી લીટી !
ઓળખ્યો, તો ઉભો’તો ત્યાં ?

(5)

બે શહેરોને જોડવા
Express Highway થશે.
માણસ માણસનેછે. જોડવા
એકાદ પગદંડી ક્યારે થશે

(6)

હે ભગવાન !
આ સ્ત્રી એક એવો પ્રમેય છે,
કોઈનેય કયાં સમજાય છે ?
સાબિતી સુધી પહોંચીયે , ત્યાં તો
પક્ષ બદલાય જાય છે !

(7)

લાખો, કરોડો દીવડાઓથી
હર રાતને અજવાળી છે.
અલ્યા પરભુ ! તારે ઘેર
તો રોજરોજ દિવાળી છે.

(8)

માણસ મોટ્ટો થયો
લ્યો માણસ મોટ્ટો થયો.
પૂછો , ‘ કેટલો ?’
ડાયાબિટીસ, બ્લડપ્રેશર
ઍસિડિટી ને ઍટૅકને
એકસામટા સમાવી શકે એટલો

(9)

મારા tailorનું અંગ્રેજી
એટલું તો કાચું છે
રામ જાણે કેવું કેવું લખે છે !
કમરનું માપ 30″ની નીચે હોય,
તો waist લખે છે.
30″ ની ઉપર હોય
તો waste લખે છે.

(10)

ચાંદા ઉપર ચકલી બેથી.
બેઠી બેઠી કરે વિચાર !
પેલા નીલ આર્મસ્ટૉંગ કરતાં
તો હું હુશિયાર !
ને તાળી દઈને પૂછે
તળાવના પાણીને :
“તારું શું કહેવું છે,
બોલ ને યાર

(11)

ફૂલોની  જેમ સાચવી છે, યાદોને !
ને તરોતાજાય રાખું છું.
વખતોવખત આંસુનાં
પાણી છાંટું છું ! 

(12)

ભિખારી
ખબર કાઢનારાઓ
ગુસપુસ કરતા’તા:
‘મરણ પથારીએ પડયો છે.’
એણે ધીમે રહીને પથારી શોધી,
જીવ્યો ત્યાં લગી, પથારી તો જોઈ ન’તી.

 (13)

કહે છે વજન હોય છે
એટલે આંસુ નીચે દડી પડે છે.
પણ ખરાં વજનદાર આંસુ તો
પોપચાંની ભીતર
છાનાંમાનાં તરે છે.

(14)

સ્મશાનમાં પણ એને
શાંતિ ના રહી
ઘંટડીઓ મોબાઈલની
અહીં પણ
‘વાગતી’ રહી.

ડૉ. અશોક પટેલ
(ડૉ. અશોક પટેલ અમદાવાદમાં પ્રેકટીસ કરતા એનેસ્થેટીસ્ટ છે. )

કાવ્યસંગ્રહ “શબ્દો સૂકવવા મૂકયા કાગળની ખીંટી પર” માંથી સાભાર

Advertisements

Responses

  1. સુંદર નાવિન્ય ભરેલ રચના.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: