Posted by: bazmewafa | 12/12/2006

રૂસ્વા મઝલૂમી_મુહમ્મદ અલી વફા

રૂસ્વા મઝલૂમી.( ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી)

દિલસે જોબાત નીકલતી હૈ અસર રખતી હૈ.
પર નહીઁ તાકતે પરવાઝ મગર રખતી હૈ.
*અલ્લામા ઈકબાલ.

જનાબ રૂસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ને અલ્લમા ઈકબાલનો આ શેર ઘણો મહેબુબ છે.શ્રી પ્રફુલ્લ નાણાવટી ના સંગ્રહ પગેરુઁ ની પ્રસ્તાવના મા એના પહેલા મિસરાથી શરુઆત કરી છે.રૂસ્વા મઝ્લુમી મૂળભુત ઉર્દુ શાએર હતા.જ.મસ્ત હબીબ સારોદી,શૂન્ય પાલન પુરી,શ્રી અમ્રુત ઘાયલ,શ્રી નિસાર અહમદ શેખ (શેખ ચલ્લી),અને ગુજરાતી ઉર્દુ ગઝલ અને અછન્દાસોનુઁ
યૂગ પરિવર્તન કરનાર શ્રી આદિલ મંસુરી ની જેમ એમને પણ ઉર્દુ માઁથી માત્રુ ભાષા ગુજરાતી મા પ્રેમ થી ઘસડી લાવ્યામાઁ આવ્યા હતા.અને એ બધા એ ગુજરાતી સારસ્વતનો હક અદા કર્યો.
જનાબ રૂસ્વા સાહેબને પહેલા અને છેલ્લા જઁબુસર (જિ.ભરૂચ ફેબુ.68માઅઁ) મુકામે મ.મસ્તહબીબ સારોદી સાહેબ ના માનમાઁ યોજાયેલા મુશાયરામા જોયેલા. તરહી મુશાયરો હતો પણ શૂન્ય,ઘાયલ, વિ.ની જેમ એઓ પણ તરહ પર કશુ લખી લાવ્યા નહતા. પરઁતુ બીજા ગેર તરહી દોરમા એમની સુઁદર ગઝલ સઁભળી.એનો મને અફસોસ થાયછેકે કોઇ શેર મને એ ગઝલનો યાદ નથી.

રૂસ્વાતો થા મગર બદનામ નહીઁ થા,
મઝલુમ તો રહા મગર જાલિમ નબના.
ઈસ સાહેબે ગયરત સે અલ્લાહ હો રાજી
વકતકી ગર્દીશ મેઁ”વફા”માયુસ નબના.

એમની એક ગુજરાતી ગઝલ રર્જુઁ કરુઁ તે પહેલાઁ એમના થોડા ઉર્દુ શેરો માણી લઈએઁ.

1_કી ખ્ત્મ અપની ઝિશ્ત હી અપની તલાશ મેઁલેકિન મીલા ન ઉમ્રભર અપના પત મુજે.

અને એમના શબ્દોમા એનુઁ વિવરણ માણીએઁ:
અર્થાત મેઁ મારુઁ આખુઁ આયખુઁ નિજની તલાશમાઁ વ્યતીત કર્યુઁ. છતાઁ જીવનભર હુઁ ખુદ પોતાનેજ પામી શક્યો નહીઁ;ઓળખી શક્યો નહીઁ,જાણી શક્યો નહીઁ.

2_મઆલે જુસ્તજુ અલાહ જાને?ખ્યાલેજુસ્ત્જુ ભટકા રહા હૈ.

અર્થાત તે પછી પ્રચઁડ શક્તિ મારી ખોજ,તલશ,ખેવના શુઁ છે.? તેનો અંત કયાઁ છે.? તે તો અલ્લાહજ જાણે. હુઁ તો જે અનોખા દર્દ થી પીડાઉઁછુઁ તે મારી શાંતિ મનની લાગણી ને ચેનની .અપેક્ષાથી આમ તેમ ભટકુઁ છુઁ.છતાઁ સાચી મંઝિલ નથી મળતી. આવી વ્યથા દરેક માનવીને અમુક અવસ્થામા થાય છે. તેમાઁથી કોઇ પણ બાકાત રહી શકતા નથી. કારન દ્રેક માનવીના હ્રદય ધબકારો તેને સ્વાસે સ્વાસીને એક સંકેત આપેછે. જો કોઇ નસીબ દાર વ્યક્તિ એ સંકેત નો મર્મ સમજે તો એ સંત _વલી (મહાત્મા) નો સાચો પ્રેમ બની જાય.

3_દિલકી ધડકન સમજના બેમાની ,

ઉંકા યુઁ ભી ખિતાબ હોતા હૈ.

શ્વાસચ્છોસ્વાસની આવન જાવનને નિર્થક નસમજ ,આ રીતે અલ્લહ તને સંકેત રૂપે સત્ય પયગામ મોકલેછે કે જો તુઁ ખરેખર રૂપનો ચાહક છે તો અલ્લહનુઁ રૂપ જે મહાન સ્વરૂપ્વાન છે,તેની ચાહનામામ ખોવાઈ જા. તેની સથે પ્રેમ તાંતણામાઁ બઁધાઈજા> બસ માનવી જો એ અલૌકિક સંકેત ને સમજી જાય તો ત્યાઁજ એની પ્રેમ સફરની મઝિલ પ્રાપ્ત થય છે.તેની ભટકન પૂરી થાય છે.અને તે પછી તે મંઝિલ તરફ આગળ વધવા કેડી પકડેછે. ને મંઝિલે પહોઁચવા પગેરુ ગોતેછે. જયારે આ રાહ પર પગ માઁડતો થઈ જાય છે, ત્યારથી એ વ્યક્તિમાઁ અજબ ભાવના પકડે છે.આવી ભાવના રખ્નારો શ્રેય સાવ્અક પછી તો સંગ્રામવીર બનેછે. એનીએ એભાવના તતો પછી પ્રચઁડ શક્તિ બ અની ગયેલી હોય છે. એવી ભાવન હ્ર્દય પરના ઓથાર ખોલે છે,એજ ‘ઈશ્કે હકીકી ‘ છે.
મુકતક_રૂસ્વા મઝ્લૂમી

કરીએ કાકલૂદી એટલી ફુરસદ હતી કયારે?
તકાદો દર્દનો એવો હતો કે કરગરી બેઠા.

હતી તોરી કઁઈ એવી તબિયત કે જીવન પંથે,
ગમે ત્યારે જીવી બેઠા, ગમે ત્યારે મરી બેઠા

. _ રૂસ્વા મઝ્લૂમીગઝલ

પ્રેમની મોંઘી મતાનુઁ શુઁ થયુઁ?
દિલ જતાઁ એની વ્યથાનુઁ શુઁ થયુઁ?

ઝળ હળે છે દીપ શ્ર્ધ્ધાનો હજી ,
ક્યાઁ ગઈ વેરણ હવાનુઁ શુઁ થયુઁ?

મોતના ડંકા બજે છે સ્વાસમાઁ ,
જિઁદગીની ઝઁખનાનુઁ શુઁ થયુઁ?

આજ કાઁ મહેફિલ મહીઁ અન્ધાર છે,
કયાઁ છે પરવાના શમાનુઁ શુઁ થયુઁ?

આપ જોતા થઈ ગયા ખુદ અપને,
જાણભેદુ આયનાનુઁ શુઁ થયુઁ?

નાવ ડૂબી કાઁ તરી મઝધારમાઁ,
ઓ ખુદા!મુજ નાખુદાનુઁ શુઁ થયુઁ?

કેમ’ રૂસ્વા ‘ આમ બેઠા છે ઉદાસ,
આપની જીવન કલાનુઁ શુઁ થયુઁ?

* રૂસ્વા મઝ્લૂમી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: