Posted by: bazmewafa | 07/18/2006

કોણ માનશે?_જિદ્દી,વફા,શૂન્ય,અનિલ,રુસવા


ખાણ હતી કોણ માનશે_મુહમ્મદઅલી ”વફા”.

તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

શોધી રર્હ્યો હુઁ તને વસ્તી અને રણમા.
દિલમાઁ એની ખાણ હતી કોણ માંનશે?

સ્રુસ્તિનુ સર્જન થયુઁ એક કુનના ઈશારે
શક્તિની એ પિછાણ હતી કોણ માંનશે?.

પાકી જતાઁ સંઘરે નહીઁ ન ડાળકી ન વ્રુક્ષ,
ફળ,ફુલ ને કયાઁ જાણ હતી કોણ માંનશે?.

.સુકાયા પછી પાઁદડા ખરતે નહીઁ “વફા”
કઁઈ લાગણીની તાણ હતી કોણ માંનશે?

 

.9જુન2006કુન=થઈ જાઓ(“કોણમાનશે” રદીફ મા ભૂતકાળમા ઘણા પ્રતિષ્ઠિત કવિઓ એ ગઝલો લખી છે.પરંતુ બધાએ વિવિધ કાફિયાનો ઉપયોગ કર્યો છે.જાણ,આણ,ખાણ વિ.શૂન્યપાલનપુરી એ કશાનો,.જમાનો,મઝાનો વિ.રૂસ્વા મઝ્લુમી એ, અને દશા.જગા,બધા કાફિયાનો ઉપયોગ જ.મરીઝ સાહેબે કર્યો છે.પ્યાર.સાર.ખાર રતિલાલ “અનિલે કર્યો છે.મે એ રદીફ સહિત એ બધા કફિયા લઈ ગઝલ કંડારવાનો પ્રયાસ કર્યો છે. જે અઁહીઁ પ્રસ્તુત છે.)

પીછાણ હતી. કોણ માનશે?- ‘શૂન્ય’ પાલનપુરી

-દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

. કોણ માનશે?-‘રુસવા’મઝલુમી

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો..કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

મરવાનો આજે મેં જે અભિનય કર્યો હતો.
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?‘

રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા
.માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?


કોણ માનશે? “મરીઝ”

તુજ બેવફાઈમાઁ છે વ્યથા કોણ માનશે?
જે જોઈ છે મે તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથેજ ભોગવુઁ છુઁ સજા કોણ માનશે?.

દિલ મારુઁ, પ્રેમ મારો, ને એમની શરત,
મેઁ ખુદ કહીછે કેટલી ના કોણ માનશે.?

વરસો થયાઁ હુઁ એમની મહેફિલ થી દૂર છુઁ,
ત્યાઁ પણ હજી મારી છે જગા કોણ માનશે?

.છે ખુશ નસીબ વ્યકત કરેછે ઉદારતા,
દિલમાઁ રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’
સમઁત હતો હુઁ એમા ભલા કોણ માનશે?.

 

2 કોણ માનશે-મુહમ્મદઅલી ”વફા”

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી
,એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એની આંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?

 

9જુન2006મુસા(અ.સ.)=એક મહાન પયગંબરડૂબવાલાચાર=ફિરઓન

કોણ માનશે?_ ¬_રતિલાલ “અનિલ”

કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાઁયે કાઁઈ સાર હતો કોણ માનશે?

કે એક વાર બાગમાઁ આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હુંજ ઘર બહાર હતો હતો કોણ માનશે?

હસવુઁ પડ્યુઁ જે કોઈને સારુઁ લગાડવા,
શોકનો પ્રકાર હતો કોણ માનશે?

હારી ગયેલ જીઁદગીનો બોધ દૈ ગયા,
એ સાર ખુદ અસાર હતો કોણ માનશે?

ખખડી રહ્યા એ સુકાયેલા પાઁદડા જયમ,
હસવાનો એક પ્રકાર હતો હતો કોણ માનશે?

કયારેકતો મનેજ હુઁ ભેદી શક્યો નહીઁ,
બાકી તો આર પાર હતો હતો કોણ માનશે?

_ઝાકળની ગીચ ભીડ્મા એ એકલુઁ હતુઁ,
મારોજ એ ચિતાર હતો કોણ માનશે?

મહેફિલમા જેણે મારી ઉપેક્ષા કરી,અનિલ
હૈયામા એના પ્યાર હતો હતો કોણ માનશે?

­_

કોણ માનશે- મોહમ્મઅલી ભૈડુ”વફા’

એ સમય વ્યથાનો હતો કોણ માનશે
.દુશ્મન આ જમાનો હતો કોણ માનશે.

ભટકી જતે હુઁ યે લપસણા પથઉપર
એહસાન ખુદાનો હતો કોણ માનશે.

ભેગા થયા તબીબો નિદાન ના કાજેને
વકત એ દુવાનો હતો કોણ માનશે.

સનમજતો હતો હુઁ વફા મારો ઈજારો
,એ ખુદા બધાનો હતો કોણ માનશે

આખરે એ ઉભય બેવ એક થઈ ગયાઁ,
ઝઘડો એક અના નો હતો કોણ માનશે.

ને અમે સહજથી એને મેળવી લીધો,
રસ્તો એ ફનાનો હતો કોણ માનશે.

આમ સરળતાથી એ પ્રાપ્ત કયાઁ થતે
અણસાર વફાનો હતો કોણ માનશે?

 

’9જુન2006

અના=અહઁકાર

(પાજોદ દરબાર રૂસ્વા મઝ્લુમીઅને જ.શૂન્ય પાલનપુરી સાથે24ફેબ્રુઆરી1968 મા મસ્તહબીબ સારોદી સાહેબના માનમાજંબુસરમા યોજેલા મુશાયેરામા ભાગ લેવાનો મોકો મળ્યો હતો.મારી ઉમર 25 વર્ષની હશે.એ તરહી મુશાયરની પંક્તી હતી “કોના વિચારે એમનુ હસ્તુ વદન હતુઁ.”વિગતમાટે મારો બ્લોગ “બઝ્મે વફા”અથવા બાગે વફા જૂઓ.”વફા”)

http://bagewafa.blogspot.com/http://bazmewafa.blogspot.com/

કોણ માનશે? – “જિદ્દી લુવારવી”

ફક્તડોઝ તો દવાનો હતો કોણ માનશે?

ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?

નથી એ અહીં ભલા પણ, ભૂલી જવાય કેમ!
માણસ બહું મજાનો હતો કોણ માનશે?

હતી ઇચ્છા, મળી લઉં, પણ શકયો નહુઁ મળી
દિવસ એની કઝાનો હતો, કોણ માનશે?

મંઝિલ ઉપર લઇ જશે વેરી બની મને?
વિશ્વાસ મુજ સગાંનો હતો, કોણ માનશે?

વર્ષો સુધી લડયા, અને વસિયત કરી ગયા
જહાલતનો જમાનો હતો કોણ માનશે?

ગણી પાગલ રહ્યા છે ‘જિદ્દી’આજ જેને લોક્
અલ્લાહનો એ દિવાનો હતો કોણ માનશે?

 

કેમ્બ્રીજ, કેનેડા 16જુલાઇ,2006

Advertisements

Responses

  1. […] […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

શ્રેણીઓ

%d bloggers like this: