રમત ઊભીજ છે—-અહમદ ગુલ
શ્વાસની છેલ્લી રમત ઊભીજ છે
હું-તુંની તીક્ષણ મમત ઊભીજ છે
તું દીવાલો તોડીને હરખા નહીં
ત્યાં અડીખમ એક છત ઊભીજ છે
આપણું તો છે જ અફવાનું નગર
એક શમે બીજી તરત ઊભીજ છે
લાગણી-સબંધના પુસ્તક મહીં
જીર્ણ યાદોની વિગત ઊભીજ છે
વેદનાઓ વ્યકત કરવાને હજી
પેન કાગળની અછત ઊભીજ છે
ગુલ મિલનના માર્ગમાં હર પળ નવી
અડચણો તો હરવખત ઊભીજ છે
(સૌજન્ય:મૌનાલય પૃ.34)
આપના પ્રતિભાવ