Posted by: bazmewafa | 01/23/2012
ફૂલ ઝરે છે—અદમ ટંકારવી
ફૂલ ઝરે છે—અદમ ટંકારવી
લ્યો આ સાકી જામ ધરે છે
ગ્રીન કાર્ડ જેવુંજ હસે છે
પડછાયો તો તારો ખુદનો
પડછાયાથી કેમ ડરે છે
આંખમાં ચમકે ચાંદ સિતારા
ને મોંમાંથી ફૂલ ઝરે છે
મહેસાણાના પોપટ ભાઈ
ન્યુ જર્સીમાં લ્હેર કરે છે
આપું છું સોનાનો ઘૂઘરો
તોય બાળક કેમ રડે છે
આ ડૉલર છે માનવ ભક્ષી
એ માણસનો ભક્ષ કરે છે
તુંય હવે ધીમો પડ યાન્કી
ધસમસ ધસમસ કેમ ધસે છે
હરીફરીને તું ચાલ્યો જા
શું નાહક પંચાત કરે છે
(સૌજન્ય:અમેરિકામાં હોવું એટલે પૃ.25)
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Adam Tankarvi, કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jay Gajjar, Sher, Shero shayri
vaah.
By: પંચમ શુક્લ on 01/24/2012
at 3:53 AM