Posted by: bazmewafa | 01/21/2012
ગઝલ:વાત ખોટી નીકળે—–ચિરાગ ઝા ‘ઝાઝી’
વાત ખોટી નીકળે—–ચિરાગ ઝા ‘ઝાઝી’
ગામ આખું બોદું નકલી નીકળે
કોણ જાણે લાશ કોની નીકળે
અટકળો કરતો રહ્યો તારા વિશે
અટકળોની વાત ખોટી નીકળે
સૂકી ડાળી પર ઇચ્છાઓ સળગશે
પાનખર તો આમ દાઝી નીકળે
વેદનાને બોલવાદે આંખ પણ
ધ્રૂજતી કરગરતી ભીની નીકળે
જ્યાં કરી ઝાઝી ઇચ્છાઓ આકરી
જિંદગી આખીય બટકી નીકળે
(ગાલગાગા ગાલગાગા ગાલગા , રમલ)
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jay Gajjar, Muhammedali Wafa, Sher, Shero shayri, Zazi
આપના પ્રતિભાવ