Posted by: bazmewafa | 01/17/2012
શબ્દ રૂપે તું મળે છે રોજને—યોસેફ મેકવાન
શબ્દ રૂપે તું મળે છે રોજને—યોસેફ મેકવાન
શબ્દ રૂપે તું મળે છે રોજને,
એટલે આ શ્વાસ ચાલે છે હજી!
આપને જોયો હતો જે ધોધ ને,
તું સતત એવાજ ખ્યાલે છે હજી.
નામ પીંછા જેમ તારું કોકને,
ચિત્ત આછું હાય! હાલે છે હજી!
ર્ક હું જોયા કરું છું વ્યોમને,
એક એ ચાંદો નિહાળે છે હજી!
જિંદગી ખેંચ્યા કરેછે બોજને,
કોઈ વ્હાલું, વ્હાલ વ્હાલે છે હજી!
(સૌજન્ય:કવિલોક-જુલાઈ-ઓગષ્ટ2010)
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Yosef Macwan
આપના પ્રતિભાવ