પ્રવાસ જારી છે—નિર્મિશ ઠાકર
આમ સૃષ્ટિ બધી તમારી છે!
પ્રશ્ન :’કોના વડે નિખારી છે’?
‘કેમ તબિયત છે? આમ સારી છે?’
વાત બસ આ સ્તરેજ વધારી છે?
આભ ભલે નાનું ગણાઉં હું,
પાંખ ક્યારે તમે પ્રસારી છે.
ધુમ્મસે વિશ્વ છો તમે જાણે!
તોય મારો પ્રવાસ જારી છે!
ધૂંધળી શક્યતાની રાતોમાં,
કેમ ખૂલ્લી હજીય બારી છે?
સ્મિતની આપલે ખરી જો કે-
કોઈ નિસ્બત કદી વિચારીએ છે?
(સૌજન્ય:કવિલોક જુલાઈ –ઑગષ્ટ :2010)
આપના પ્રતિભાવ