હોમાઇ વ્યારાવાલા(1913-2012)નું નિધનઃ
-હોમટાઉન વડોદરામાં લીધાં છેલ્લા શ્વાસ
-ગુરુવારે ઘરની સીડી પરથી પડી જતાં તેમને સારવાર માટે દાખલ કરાયાં હતાં

દેશના સૌપ્રથમ મહિલા ફોટોજનૉલિસ્ટ હોમાઈ વ્યારાવાલાનું રવિવારે નિધન થયું હતું. તેઓ 99 વર્ષનાં હતાં. મૂળ વડોદરાનાં વ્યારાવાલા ભારતના વિભાજન પહેલાં અને પછીના સમયગાળાની અનેક યાદગાર તસવીરો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયાં હતાં.
તેમણે વડોદરાના સુભાનપુરા વિસ્તારની બાલાજી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. સૂત્રો અનુસાર ગુરુવારે સાંજે તેઓ પોતાનાં ઘરની સીડી પરથી પડી ગયાં હતાં ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.
1913માં નવસારીમાં જન્મેલાં હોમાઇ વ્યારાવાલા છેલ્લાં કેટલાક વર્ષોથી વડોદરામાં જીવન પસાર કરી રહ્યાં હતાં. 99 વર્ષે પણ ગજબનાક સ્ફૂર્તિ ધરાવતા હોમાઇ વ્યારાવાલા એકાકી જીવન ગુજારી રહ્યા હતા. તેઓ ગરીબ પારસી કુટુંબમાં જન્મ્યા હતા. તેમણે શિક્ષણ મુંબઇમાં લીધું હતું.
ગયા વર્ષે તેમને જ્યારે ખિતાબ આપવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મને પદ્મવિભૂષણ આપવાની જાહેરાત કરીને સરકારે મારુ નહિ પણ ફોટોગ્રાફી કલાનું સન્માન કર્યું છે.
Kaushik Amin
Chairman, Gujarat Foundation Inc. USA.
Writer and contributor for akilaindia.com, Gujarat Darpan (largest circulated Free Gujarati Monthly in the USA) and other Gujarati News Papers.
Listen to my live Radio Gujarati Talk Show “Chhel Chhabilo Gujarati” on radiodil.com also on telephone 408-418-5000 every Saturday 12pm to 2pm East Coast USA time.
201-936-4927
kaushikamin@hotmail.com
હોમાય વ્યારાવાલાની વિદાય: ગ્રીષ્મનું છેલ્લું ગુલાબ —શ્રી બિરેન કોઠારી અને શ્રી ઉર્વિશ કોઠારીના મહત્વના લેખ વાંચવા નીચેનાURLપર ક્લિક કરવા નમ્ર વિનંતી.
http://birenkothari.blogspot.com/2012/01/blog-post_15.html
http://urvishkothari-gujarati.blogspot.com/2012/01/blog-post_16.html
આપના પ્રતિભાવ