Posted by: bazmewafa | 12/23/2011

ગઝલ: પ્રતીક્ષા ક્યાં સુધી કરશે?—– …ચિરાગ ઝા “ઝાઝી”

પ્રતીક્ષા ક્યાં સુધી કરશે?—– …ચિરાગ ઝા “ઝાઝી”

 

સમય મારી હયાતી ની ઉપેક્ષા ક્યાં સુધી કરશે?

સતત નો ખેલ સંયમ ની સમીક્ષા ક્યાં સુધી કરશે?

 

મને મળતા રહે છે અવનવા અનુભવ સબંધોના

ક્ષણો સરભર પ્રસંગો ની નિરીક્ષા ક્યાં સુધી કરશે? 

 

પહેરેલા જલાવીદે બધા “પણ” “પણ” તણા અચકન

કફન દોરા સિલાઈ ની અપેક્ષા ક્યાં સુધી કરશે?

 

અલગતા આપણી સાબિત કરવા બોલવું પડશે

જમાનો મૌનના વળ ની પ્રતીક્ષા ક્યાં સુધી કરશે?

 

સમય તારો નથી તારો પરાણે થઈ નથી શકતો
સમાંતર ચાલવાની તું પરીક્ષા ક્યાં સુધી કરશે?….

 

છંદ : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
હજઝ, (મફાઈલૂન,મફાઈલૂન,મફાઈલૂન,મફાઈલૂન)

મંગળવાર, 06 ડિસેમ્બર 2011


Responses

  1. સરસ ગઝલ.

  2. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers