Posted by: bazmewafa | 12/21/2011
ગઝલ:તું સંતાડ ના—દિનેશ ડોંગરે
તું સંતાડ ના—દિનેશ ડોંગરે
એ હવાનું ઘર હશે ઉજાડ ના,
પરપોટાને અમથો ગોબો પાડ ના.
આવતા અચકાય આંગતુક કોઈ,
બારણાને એ રીતે ઉઘાડ ના.
ઈશ છે તો ઈશની માફક વરત,
માનવીની જેમ તું રંજાડ ના.
વૃક્ષ થઈને છાંયડો પણ અપશે,
ભોંય પરથી છોડને ઉખાડ ના.
આમ અવઢવમાં રહીશું ક્યાં સુધી?
કાં મને સ્વીકાર કર કાં પાડ ના.
કોઈ પણ રીતે પ્રગટ એ થઈ જશે,
પ્રેમને ‘નાદાન’ તું સંતાડ ના.
Like this:
One blogger likes this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Dinesh Dongre, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher
આપના પ્રતિભાવ