Posted by: bazmewafa | 12/20/2011
ગઝલ:જ્યોત બુઝાવી શકાય ના—કુતુબ ‘આઝાદ’
જ્યોત બુઝાવી શકાય ના—કુતુબ ‘આઝાદ’
કોઈનો રોજ લાભ ઉઠાવી શકાય ના,
કોઈંને રોજ મુર્ખ બનાવી શકાય ના.
સંજોગની છે વાત કે કોઈ નમી પડે,
નમનારને સદાયે નમાવી શકાય ના
જુલ્મો સહન કરીને જે પ્રકટે છે રોશની,
ફૂંકોથી એની જ્યોત બુઝાવી શકાય ના
એવું યે આ જગતમાં બને છે કદી કદી,
ક્યારેક દૂબળાને દબી શકાય ના.
કેડીમાં કોઈની કદી કંટક ના પાથરો,
ફૂલો ભલે કદાચ બિછાવી શકાય ના
સાચા ખુદાને એવી સઝા થઈ શકે નહીં,
માણસ ખુદા બને એ ચલાવી શકાય ના.
ઊંચાઈના સિંહાસને બેસી ગયા પછી,
હકદારના હકોને ડૂબાડી શકાય ના.
‘આઝાદ’આંસુઓમાં છૂપાયો છે ઇન્કિલાબ,
જે નગ્ન સત્ય છે એ છૂપાવી શકાય ના.
(સૌજન્ય:તમન્ના 1માર્ચ2004)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Kutub Azad, Sher
આપના પ્રતિભાવ