Posted by: bazmewafa | 12/11/2011
રેલો રુધિરનો _ ભગવતીકુમાર શર્મા
રેલો રુધિરનો _ ભગવતીકુમાર શર્મા
મીરાંનો જે મુલક છે , મુલક એજ મીર નો.
ગાલિબની ભૂમિ; દેશ છે એજ છે કબીરનો.
રંગો અલગ છતાં આત્માતો એક છે,
ભગવો હો સાધુનો અને લીલો ફકીર નો.
હિંદુનું લોહી હો હો કે મુસલમનનું અહીં
રંગ તો લાલ હોય છે, રેલો રુધિરનો.
મીરાં _કબીર એક પરમ તત્વના પ્રતીક,
ચાદર સફેદ રંગ છે, કાળો મલીરનો.
મંદિરની હો ધજા કે કોઇ પીરનું નિશાન,
કયાં અંતરાય હોય છે, વહેતા સમીરનો?
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, વતન પ્રેમના કાવ્યો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, Bhavatikumar Sharma, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher
આપના પ્રતિભાવ