Posted by: bazmewafa | 12/11/2011
ગઝલ:આકાર રહી જશે —રમેશ પારેખ
આકાર રહી જશે —રમેશ પારેખ
આખો મીચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે
પાંપણની માથે વેદનાનો ભાર રહી જશે
ચાલો હવાઓ, ખેરીયે પર્ણો પીળા પીળા
નહીતો સમયથી કામ છે, તકરાર રહી જશે
વિહંગને તો માળો મળી જાશે સાંજના
પણ બહાર નભનો ઘૂમતો વિસ્તાર રહી જશે
ઊડી જશે લીલાશ તો પર્ણો નહિ રહે
વુક્ષ તો માત્ર પર્ણના આકાર રહી જશે
આપ્યો છે લઈને પાછો સમયને દરેક શ્વાસ
એનો છતાં ય મારા પર ઉપકાર રહી જશે
તારી વિદાય જેમ સુરજ આથમી જશે
મારી ઉદાસ આંખ – શો અંધકાર રહી જશે
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ramesh Parekh, Sher
આપના પ્રતિભાવ