Posted by: bazmewafa | 11/21/2011
તું પવન છે—જયેન્દ્ર શેખડીવાળા
તું પવન છે—જયેન્દ્ર શેખડીવાળા
એક પ્રયોગશીલ ગઝલ
તું પવન છે.
તિંજ વન છે.
આવા મારા રોમ પર્ણે
રેશમી ઝાકળનું મન છે.
સ્વપ્ન હાથોહાથ તેં આપ્યું હતું એ
એક દંડિયા મહેલનું કેદી ગગન છે.
સાવ છેલ્લા શ્વાસને સ્પર્શી પૂછું છું હું તને કે-
તું સ્મરણ છે કે પીડાના દૈત્યનું પુનરાગમન છે.
ઊંઘરેટા-ઝંખના ઘેલા પ્રલાપો આંખમાં ઝૂર્યા કરે છે
કોઈ પરદેશી નિશાચર સ્વપ્ન થઈને આવશે એવું વચન છે.
(સૌજન્ય:અરૂઝ: સત્ય અને ભ્રમણાંપૃ..34 લેખક-.શકીલ કાદરી)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Jayendra Shekhdiwala
Very good prayog!
Which touches soul Gazal,Haiku,Kavita or
Kawali,Doha,Sakhi,Bhajan,raaga,dhun?
By: GUJARATPLUS on 11/23/2011
at 1:23 PM