Posted by: bazmewafa | 11/21/2011

ઇલાબહેન ભટ્ટને ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ___કૌશિક અમીન

શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસના કાર્યો અંગે

સેવાના સ્થાપક ઇલાબહેન ભટ્ટને ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ___કૌશિક અમીન

 

જાણીતા સામાજિક સેવિકા ઇલાબેન ભટ્ટની મહિલાઓને મૂળથી વેપારસાહસિક્તા દ્વારા સશક્તિકરણ બનાવવા માટે આજીવન સિદ્ધિ માટે ઇન્દિરા ગાંધીના શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ ૨૦૧૧ ના પારિતોષિત માટે પસંદગી કરવામાં આવી છે.
ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટે ૨૦૧૦ના વર્ષ માટેના એવોર્ડની કરેલી જાહેરાત વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતા હેઠળની આંતરાષ્ટ્રિય જ્યુરીએ ઇન્દિરાગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ પ્રતિષ્ઠીત એવૉર્ડ માટે બિન સરકારી સ્વૈચ્છિક સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન- સેવા- ના સ્થાપક ઇલાબેન ભટ્ટની પંસદગી કરી છે.
ટ્રસ્ટના સેક્રેટરી સુમન દુબેએ આ એવૉર્ડની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઇલાબેન ભટ્ટે પોતાનું જીવન નબળાં વર્ગોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે સમર્પણ કરીને સિદ્ધાંતોને વળગી રહી લાખો લોકાના જીવનથી તદ્દન અલગ રીતે જીવી બતાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. ભારતમાં અને અન્ય દેશોમાં પણ મહિલાઓને સર્વગ્રાહી રીતે ગ્રાસરુટ એન્ટરપ્રિન્યોરશીપ, આશ્રય, આરોગ્યની કાળજી, માઇક્રો-ફાઇનાન્સ,માઇક્રો ઇન્સ્યોરન્સ, કુશાગ્રતા, કાનૂની સેવાઓ, સામુહિક સત્તા અને અન્ય સાધનો વડે સામર્થ્ય શક્તિ પૂરી પાડીને ગાંધી અને બુધ્ધના અહિંસાના માર્ગને અનુસરીને સમાનતા સાથેનો વિકાસ અને શાંતિ ઇલાબેન ભટ્ટે આજીવન સિધ્ધિ મેળવી છે.
શ્રમજીવીઓના વકીલ તરીકે ઇલાબેન ભટ્ટે પોતાની કારકિર્દી શરૃ કરીને ૧૯૭૨ માં સેવા સંસ્થાની સ્થાપના કરી હતી અને તેમના નેતૃત્ત્વ હેઠળ આ સંસ્થા વટવૃક્ષમાં ફેરવાઇ છે અને મહિલાઓને સામાજિક-આર્થિક અને રાજકીય રીતે સામર્થ્ય પુરું પાડવામાં અગત્યની ભૂમિકા અદા કરે છે. ઇલાબેને ભારતમાં સૌ પ્રથમવાર મહિલાઓને સેવા સહકારી બેંક સ્થાપી હતી અને ૨૦૦૭ ના વર્ષમાં નેલ્સન મંડેલાની દોરવણી હેઠળ માનવ અધિકારો અને શાંતિ માટે રચવામાં આવેલી ધ એલ્ડર્સ સંસ્થામાં ઇલાબેન વિશ્વના બાર અગ્રણીઓ પૈકીના એક અગ્રણી છે.

Kaushik Amin
Chairman, Gujarat Foundation Inc. USA.
Writer and contributor for akilaindia.com, Gujarat Darpan (largest circulated Free Gujarati Monthly in the USA. Visit gujaratdarpan.com) and other Gujarati News Papers.
Listen to my live Radio Gujarati Talk Show “Chhel Chhabilo Gujarati” on radiodil.com also on telephone 408-418-5000 every Saturday 12pm to 2pm East Coast USA time.
201-936-4927
kaushikamin@hotmail.com


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers