Posted by: bazmewafa | 11/13/2011

રસ્તો અને ગતિ ((શિખરિણી-સૉનેટ) —ઉશનસ્

રસ્તો અને ગતિ ((શિખરિણી-સૉનેટ) —ઉશનસ્

 

પડી રહેવું છે, તો ઘર ભીતરમાં જઈ પડી રહો;

પડી રહો લંબાવી પગ, અગર પ્હોળા થઈ પડો

પથારીમાં,પ્રત:રવિ પૂરવમાં છો નભ ચઢ્યો

તથાપિ સંગાથે તમ નસીબ સૂતું જ સડી રહો,

રખે ઊભા થૈને પૂરવ દિશ ખુલાં મૂકી દિયો

કમાડોને પ્રત:પવન લહરો,પ્રાતર રવિ

તમોને ઊભ૝ભા ઊંચકી જ્ જશે ખુલ્લી પ્રુથિવી,

ઠર્યા છો તો સ્થાણું સ્થિતિ મહીં જ,ટેવે સુખી જીવો;

ભલે ખોલો દ્વારો; પણ અગર ઉજાગર પથે

પડી જો દ્રષ્ટિ તો ઘર છૂટી જશે ,પંથની ગતિ

હરી જાશે તમને બન્ને તરફ વેગથી અતિ;

તણાશો,ખેંચાશો,તૂટુ તૂટુ થશો ,છૂટત રથે;

મને પ્હેલાં એવો અનુભવ થયો છે ;પથ ગતિ

સ્વયંય ખેંચી ગૈ’તી ઘર વગરને દેશ, ઘરથી!

 


Responses

  1. [...] રસ્તો અને ગતિ ((શિખરિણી-સૉનેટ) —ઉશનસ્ Share this:StumbleUponDiggRedditTwitterLike this:LikeBe the first to like this post. [...]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers