Posted by: bazmewafa | 10/19/2011
ગઝલ:કાચના મકાન_મુહમ્મદઅલી’વફા’
મસાફે જિન્દગીમેં સીરતે ફૌલાદ પૈદા કર,
શબિસ્તાને મુહબ્બતમેં હરીરો પર નિયાં હો જા!
—-ઇકબાલ
કાચના મકાન_મુહમ્મદઅલી’વફા’
જિંદગીના જામ એતો કાચનાં મકાન
આપણા સૌ ગામ એતો કાચનાં મકાન
ઝાંઝવા કાંઠે તુ કયાં ભૂલો પડયો ભલા
તૃષાને દે લગામ એતો કાચના, મકાન.
સંશયની કાંકરીથી તૂટી એ જશે
કાળજાના ધામ એતો કાચનાં મકાન.
સમયની આંધી ઉડાવી રેત એ જશે
આ તમારા નામ એતો કાચનાં મકાન.
ક્યાં સુધી મુઠ્ઠી મહીં એ રેત થામશો
છોડ મમતની હામ એતો કાચનાં મકાન.
બાગમાં તારા સમયની વેલ હંગામી
બોલાશે પછી રામ એતો કાચનાં મકાન.
કોઇના પણ ઘર ઉપર પથ્થર નહીં ફેંકો
આપણા યે ધામ એતો કાચનાં મકાન.
આંગળીની ખીંટ થી નિશ્ચે સરી જશે
દિલ વગરના કામ એતો કાચનાં મકાન.
હૈયાંને વેચવા ‘કોઇ ભરતું હશે બજાર,
એનાતો કેવાં દામ એતો કાચનાં મકાન.
(કોને મળું ? પૃ.:45)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gazhal_wafa, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Muhammedali Wafa, Sher, Shero shayri
આપના પ્રતિભાવ