Posted by: bazmewafa | 10/11/2011
હઝલ:મખ્ખીચુસ છે—મુલ્લાં હથુરણી
મખ્ખીચુસ છે—મુલ્લાં હથુરણી
છે નરમ દેખાવ એનો પણ ઘણો કંજુસ છે,
છાસનો પૈસો બનાવે એવો મખ્ખીચુસ છે.
કોઈથી પણ એ ન હારે વાતમાં મગરૂર છે,
સત્યનો પણ કરે ઇનકાર એવો ડય્યુસ છે.
ધર્મના નામે કરે શૈતાનનાં કામો સદા,
હું તો જાણું છું અહીંયા કેટલા મનહુસ છે.
કંઈ અસર કરતું નથી શિક્ષણ હવે તો હાલનું,
આજ યુવાનો કરે મોજ પણ દેખાવમાં ફન્ટુસ છે.
વાળ ધોળા થઈ ગયા ખેંચે હજુ તે ભારને,
જિંદગી એને ગળે લાગેલ તેથી માયુસ છે.
શું કરે મુલ્લાં ગરમ વાતાવરણ છે દેશમાં,
કાંઈ પણ પૈસા વિના થાતું નથી-મન નાખુશ છે.
(સૌજનય:ગુજલીશ ગઝલો પુ.82).
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, પદ્ય, શાયરી, શેર, હઝલ, હાસ્ય, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, શેર, હઝલ, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Mullan Hathurani
આપના પ્રતિભાવ