દુકાન થઈ ગઈ છે—નિસાર અહમદ શેખ’શેખચલ્લી’
લોકશાહી જવાન થઈ ગઈ છે,
સૌની મુશ્કિલમાં જાન થઈ ગઈ છે.
કોણ પોતાનો ભાવ પૂછે છે?
નાની વ્યક્તિ મહાન થઈ ગઈ છે.
ઇમરજન્સી ના પહોંચે યુ.કે.માં,
ત્યાં યે લેડી પ્રધાન થઈ ગઈ છે.
ગામડામાં જઈ કરીશું શું?
ખેતી સઘળી વિરાન થઈ ગઈ છે.
ઓટલા શહેરમાં રહ્યા છે ક્યાં?
ઓટલાની દુકાન થઈ ગઈ છે.
એમને પણ ડબલ સલામ કરો,
એમની પત્ની પ્રધાન થઈ ગઈ છે.
માનવીનો પનો થયો ટૂંકો,
એની લાંબી જબામ થઈ ગઈ છે.
(સૌજન્ય: વૈભવ પુ.13)
નોંધ:મર્હુમ નિસાર અહમદ શેખ(શેખચલ્લી)સાહેબેનું અવસાન 1980 માં થયું હતું.આ રચના 1980ના પહેલાનાં ગાળાની છે.
આપના પ્રતિભાવ