Posted by: bazmewafa | 09/30/2011
ગઝલ:ત્યાગી જશે-કિસન સોસા
ત્યાગી જશે-કિસન સોસા
થાકશે કંટાળશે ભાગી જશે,
ધંધે રાબેતા મુજબ લાગી જશે.
તાવ સૌ ઊતરી જશે અંગઅંગથી,
સુખિયો જીવ ખોળિયે જાગી જશે.
ઝાંઝવામાં ઊભરો આવે શમે,
જળ વગરના તળ તરસ તાગી જશે.
સૂર્ય ઢળતા રહી જશે ભૂખી ભૂમિ,
મૃગજળી મુહીમ સમર ત્યાગી જશે.
માવઠું લાવાને કરશે રાખ જો,
કોઈ જો જવાળામુખી દાગી જશે.
છે હકીકત યાદ નવ નિર્માણની,
ગોફણેથી પ્હાણશી વાગી જશે.
દર્પણે ચકલીઓ મારે ચાંચ તે,
થાકશે કંટાળશે ભાગી જશે.
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, કિસન સોસ, કિસન સોસા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Kisan Sosa
આપના પ્રતિભાવ