Posted by: bazmewafa | 09/28/2011

ગઝલ: હૃદયની ઓથમાં—નાઝિર દેખૈયા

હૃદયની ઓથમાં—નાઝિર દેખૈયા

 

છે યુવાની બાળપણની ઓથમાં,

ને બુઢાપો છે ઉભયની ઓથમાં.

 

જિંદગી ! કોની તને છે ઝંખના?

જાય છે ચાલી સમયની ઓથમાં.

 

ક્યાં ખબર તુજને પ્રકાશિત ઓ શમાં !

છે તિમિર તારા હૃદયની ઓથમાં.

 

થાય છે સર્જન નવી દુનિયા તણું,

એક દુનિયા છે પ્રલયની ઓથમાં.

 

કાળ ! તારું છે જીવન મારા થકી,

અસ્ત જીવે છે ઉદયની ઓથમાં.

 

ચેતતા રે’જો તમે નાઝિર  ! સદા,

આગ છૂપી છે પ્રણયની ઓથમાં.

 

( સૌજન્ય :નાઝિરની ગઝલો પૃ.61)


Responses

  1. બહોત..બહોત..બહોત..હી અચ્છા..મુઝે આપકી ગઝલ પસંદ પહલે સેહી થી જબ એક ઓડીયો કસેટમેં ગઝલ સુની થી…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers