Posted by: bazmewafa | 09/28/2011

ગઝલ: લગભગ હવે—અહમદ ગુલ

લગભગ હવે—અહમદ ગુલ

 

સંભવોની ભીંત પર કંઈ લખ હવે,

તો જ તૂટે સંશયોનો ગઢ હવે.

 

છે હૃદય ને આંખની ભષા અલગ,

કોણ કોની આપશે ઓળખ હવે.

 

એ ફળિયામાં જતે ના,શી ખબર,

લોકની પાંસે હશે ઢોલક હવે.

 

કોઈ ઝાકળને ખબર આપો જરા,

સૂર્યનું છે આગમન લગભગ હવે.

 

એ ગજું મારું નથી ઊડી શકું,

સંતની પણ ક્યાં રહી ઓળખ હવે.

 

ભીડ, મ્હેફિલ ને સભા ‘ગુલ’ વ્યર્થ છે,

થઈ ગયું એકાંત લ્યો,ભરચક હવે.

 

(સૌજન્ય:અરોમા પૃ.66)

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers