કોઈનોય વાંક નથી—મકરન્દ દવે
હજાર જખ્મ છે ને કોઈનોય વાંક નથી,
નદી શું કોઈ મળી એ વિના વળાંક નથી?
મને કહો તો મને એમ કેમ લાગે છે?
તમે તો છોજ તે છતાંય કાં’ક નથી.
હું જાણું છું હિસાબ તો કરો તલે તલનો,
તમારી પાંસ ક્યાંક આંકબાંક નથી.
તમારા ખાસ ખજાને રહ્યા રતન કેરી,
મળી છે ભાળ મને, લો હવે હું રાંક નથી.
કદાચ કોઈ નજરનીજ આ કરામત છે,
જ્રૂર એ કશેક ને જરૂર ક્યાંક નથી.
(સૌજન્ય:હવાબારી પૃ.60)
આપના પ્રતિભાવ