Posted by: bazmewafa | 09/20/2011
ગઝલ:જીવનનાં જળ હશે—અમૃત ઘાયલ
જીવનનાં જળ હશે—અમૃત ઘાયલ
અમને હતું કે છીછરાં જીવનનાં જળ હશે,
ન્હોતી ખબર કે આટલાં તળિયે વમળ હશે.
મધરાતે આમ કોણ રડે રાતે પાણીએ,
એ પણ કોઈ તળાવ-વછોયાં કમળ હશે.
પ્રશ્નો નહીં તો હોય નહીં આટલા જટિલ,
તારી જ ઝુલ્ફનાં એ ગયા ભવમાં વળ હશે.
ફૂટી રહી છે પથ્થરોમાંથી પ્રસન્નતા,
તું નિત્ય ફરવા જાય છે એ આજ સ્થળ હશે.
પકડ્યું હતું તે બાવડું બળ એકઠું કરી,
આ મારા બાવડામાં હજી એજ બળ હશે.
આનો કયાસ એમ તો કાઢી શકાય ના,
ભગવાન જાણે કેટલાં આંખે પડળ હશે.
‘ઘાયલ’ નહોતા ધાર્યા અમે આવા અટપટા,
અમને તો એમ શબ્દ સ્વભાવે સરળ હશે.
(સૌજન્ય:આઠોં જામ ખુમારી પૃ.448)
Like this:
One blogger likes this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Amrit Ghayal, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri
ગુજરાતી ગઝલ ના આમ તો બધા શાયરો મારા પસંદીદા છે પરંતુ “ઘાયલ” સાહેબ મારા ખુબજ ફેવરીટ છે આપના બ્લોગ મારફત એમની તથા અન્ય શાયરો ની ગઝલ,શેર નો રસાસ્વાદ કરવા મળે છે તેમજ અન્ય માહિતી પણ ખરી આપની સશક્ત અનુભવી કલમ દ્વારા રચિત શેર, શાયરી, ચર્ચા નો લાભ પણ આપના બ્લોગ પર ની સફર હમેશાં લાજવાબ રહે છે,
આપ પાસે થી”ઘાયલ” સાહેબ ની એક ગઝલ વિશે થોડી માહિતી ની જરૂર હતી આપનો email mail કરવા વિનંતી છે.
બ્લોગ જગતમાં નવોસવો છું કોઈ ભુલચુક હોય તો ક્ષમા કરશો. આભાર
By: SHAKIL MUNSHI on 09/22/2011
at 1:47 AM
માઅસ્સ્લામ
ઘાયલની વધુ રચનાઓ વાંચવા બઝમેવફાના ટાઈટલ પેજ પર બઝમે વફા ના સર્જકોની યાદી કલીક કરી ઘાયલ પર કલીક કરશો તો ઘાયલની થોડી રચનાઓ માણી શકશો.મઝામા હશો
પ્રતિભાવ બદલ આભાર
અહકર
મુહમ્મદઅલી વફા
By: bazmewafa on 09/22/2011
at 1:03 PM
જનાબ મુહમ્મદઅલી વફા, અસ્સલામો અલયકુમ,
“ઘાયલ”સાહેબ ની ઘણી રચનાઓ આપના બ્લોગ મારફત વાંચવા મળી, મારે “ઘાયલ”સાહેબ ની એક ગઝલ વિષે આપ પાસે થી થોડી માહિતી મેળવવી હતી માટે આપનો mail id મળી જશે તો આપનો આભારી થઈશ.આપ મારા બ્લોગની મુલાકાત લો છો આપનો ઘણો આભાર મારી profile મારા બ્લોગ પર છે જ છતા આપની સરળતા માટે મારા બ્લોગ ની link મુકુ છું http://shakilmunshi.wordpress.com
By: SHAKIL MUNSHI on 09/23/2011
at 12:24 AM
ASA
abhaidu@yahoo.com
By: bazmewafa on 09/26/2011
at 9:46 PM