Posted by: bazmewafa | 08/20/2011
જેને મળું એ લાગે હવે અજનબી મને—ડૉ.શિરીષ પંચાલ
જેને મળું એ લાગે હવે અજનબી મને—ડૉ.શિરીષ પંચાલ
(અક્ષર આરાધના:ગુજરાત મિત્ર 25જુલાઈ2011)
(કોને મળું?: મુહમ્મદઅલી વફાc/oમસ્ત મંગેરા કાંગવાઈ, વાયા:રાનપુરા.તા.ચીખલી, જિ.નવસારી396-560.ડેમી સાઈઝ પૃ.148.મૂલ્યરૂ.100/-)
વર્ષોથી કેનેડામાં વસવાટ કરતા મુહમ્મદaલી વફાએ મસ્ત મંગેરા જેવા અનેક મિત્રોની સહાયથી, પ્રોત્સાહનથી આ ગઝલ સંગ્રહ પ્રગટ કર્યો છે.તેઓ પ્રસ્તાવનામાં નમ્રતા પૂર્વક કહે છે ‘ પવિત્ર આકાશી પુસ્ત્કોના એક શ્લોક(આયાત) બરબર કોઈ લખી શક્યું નથી અને લખે શકે નહીં. એ માલેકુલમુલ્ક(અલ્લાહ)નો ફેંસલો છે.છતાં પણ એ માલિકે આપણને આપણી ભાવના, વિચારો,મંથન,અંત:કરણથી ફૂટતી સરવાણીના પ્રાગટ્ય માટે દિલ,દિમાગ અને તેમાં લાગણી,પ્રેમ,ગુસ્સો,વિચારોનો એક ઉંડો સાગર આપ્યો છે.બોલનારા, લખનારા-એની અભિવ્યક્તિ માટે વિભિન્ન રીતે ભાષા, ગદ્ય,પદ્ય,ચિત્રાંકન,શિલ્પની હઠોડીઅને કી પેડ,કલમનો ઉપયોગ કરી પોતાની રીતે પોતાને અભિપ્રેત એવું વિચારોનાં સંકુલનું વિશ્વ ઊભું કરે છે.’
ઉત્તર અમેરિકાના ગુજરાતીઓમાં આ કવિનું ચાહકવૃંદ મોટું છે.એમને આવકારતાં જય ગજ્જર લખે છે ‘ એક રસીલા, રંગીલા,પ્ર્ણય ગીતો અને ઉર્મિ કાવ્યોના એક મજેદાર સારા કવિ તરીકે મારા પર છાપ પડી. એમના કાવ્યો સરળ, મધુર,રસિક,હ્રદય સ્પર્શી,સુગમ સંગીતનો રસાસ્વાદ કરવતાં વૈવિધ્યપૂર્ણ વિષય વસ્તુ ધરાવતાં કાવ્યો વારંવાર વાંચવા ગમે એવાં છે.એમાં ભાષાનું લાલિત્ય ,માધુર્ય,શબ્દોની રમઝટ,ઉર્દૂ શબ્દોનો ઊભરો છે.’
મસ્ત મંગેરાએ બહુ સૂઝ્પૂર્વક થોડી ઐતિહાસિક વિગતોની સાથે આ ગઝલકારનો પરિચય કરાવ્યો છે.રાંદેર સુરત સાથે સંકળાયેલ ‘મહાગુજરાત ગઝલ મંડળ ને કારણે ગુજરાતભરમાં ગઝલ સ્વરૂપ વ્યાપક અને લોકપ્રિય થયું. આજે એ ઐતિહાસિક સમયપટના છેલ્લા બિંદુ એ રતિલાલ ‘અનિલ’ ને યાદ કરવાજ પડે.
આ નિમિત્તે મસ્ત મંગેરાનો પણ પરિચય આપણને થાય છે.દા.ત.’ વિજ્ઞાને આપણને એરપ્રૂફ સાધન આપ્યું .છતાં નિભાડાના અગ્નિમાં પકવ થઈને હૈયું ઠારનાર પાણી આપનારો માટીનો ઘાટ રહેવાનો….માટીના આધારે તો પૃથ્વી પરનો મૂળાધાર રહેવાનો અને રહે એ માટે આપણી માટી પણ એમાં ભળેજ, ભળે….ચમન બદલાય પણ કોકિલ અને એનો કંઠ સ્વર ન બદલાય !’
અજનબી થૈને મળે મિત્રો બધા,
ખોખરા સંસારમાં કોને મળુ!
સાથમાં વર્ષો રહ્યાં પણ ના મળ્યાં,
હું હવે પળવારમાં કોને મળું?
કોઈ પણ મળતું નથી ઘરમાં હવે,
તો પછી પરસાળમાં કોને મળું?
એકંદરે જોતાં કવિનો સૂર નિરાશા ,હતાશાનો છે-પણ તે સૂર કેળવેલો નથી,સહજ છે.કોઈ અજાણ્યાની લાશ ફૂટપાથ પર જોયા પછી કવિ અનાયાસે બોલી ઊઠશે:
વાંઝણી છે કૂખ સહુ આશાની અહીં,
વેદના જણતી રહી ફૂટપાથ પર.
એલિયટ જેવા કવિને એપ્રીલ મહિનો ક્રૂર લાગ્યો હતો.આ કવિ વસંતને કેવી રીતે નિરૂપે છે?
સળગી ગયા માદક બધા સપના વસંતનાં,
પાનખર લાવી જુઓ ડૂસકાં વસંતનાં.
એક જમાનામાં ગાંધીવાદી કવિએ પ્રિયજનને અધરાતે મધરાતે,કંટકોની બિછાત હોય કે ફૂલ હોય આમંત્રેલી. આ કવિ કહેશે:
પ્રશ્નો બનીને આવો કે ઉત્તર બનીને આવો,
બનવું ન હો ગુલબ તો પથ્થર બનીને આવો!
સામાન્ય રીતે આવી કવિતામાં અન્ય સાહિત્ય સ્વરૂપોના સંકેત હોતા નથી પણ આ કવિ ’નામના પત્રો’માં આરંભ કરે છે’
હવે પાઠવે છે ક્યાં સનમ પણ નામના પત્રો?
બની એ ભૂતની ઘટના ઝળુંબે ગામના પત્રો.
પરંતુ પછી કવિ ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ને યાદ કરે છે.
કદી જે રાહ જોતું’તું અલી ડોસા તણા નામે,
હવે ક્યાં આવશે કોઈ ‘મરિયમ’ નામના પત્રો.
પરંપરાથી એક સૂર અસ્વીકૃતિનો પ્રત્યાખ્યાનનો સંભળાતો આવ્યો છે.-વ્યક્તિ સામી વ્યક્તિ પાસેથી બહુ બહુ તો શાની અપેક્ષા રાખે ? સંવાદની, મૈત્રીની પણ નિયતિ કંઈક જુદું લખાવેને સામે ભટકાય છે.
આપણી પાંસે તો વેરાન રણ નેજંગલો ભટકે,
સુગંધિત આ હ્રદય ફૂલો તમે સંઘરી નહીં શક્યાં
આનો અર્થ એવો પણ નથી કે કવિ પોતાના હૃદયની વાતો ઘૂંટ્યા કરે છે..’મળે ન મળે’ ગઝલમાં
કોમી તોફાનમાં ભોગ બનેલા જાફરી જેવાને પણ યાદ કરે છે, માણસાઈ તેમને આવી અભિવ્યક્તિ કરવાની ફરજ પાડે છે.
(* નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.
જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં
પછી કો શાયરનો આવો હસર મળે ન મળે
ઘણી વખત કવિ સરેરાશ ભાવાભિક્યક્તિ પણ કરી બેસે છે-
જેને મળું એ લાગે હવે અજનબી મને,
તે દોસ્તીના કાફલા ક્યાં પગ કરી ગયા?
વિદેશમાં રહીને ગુજરાતી ભાષાસાહિત્ય સાથે સંવાદ કરનાર આવ કવિઓ ભલે બહુ ઉંચી કક્ષાનું કાવ્યત્વ પ્રગટાવતા ન હોય છતાં એમનાં શબ્દોમાં સચ્ચાઈ છે, સાચું માનવીય પાત્ર છે.

“ગુજરાતમિત્ર”દૈનિક માં સોમવર 25 જુલાઈ 2011 ના રોજ અક્ષર આરાધના વિભાગમાં ડૉ.શિરીષ પંચાલે કાવ્ય સંગ્રહ કોને મળું? નો કરેલ આસ્વાદ-વિવેચનની ફોટો કોપી.
Like this:
One blogger likes this post.
Posted in Article, આસ્વાદ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, ચર્ચા, ટિપ્પણી, પદ્ય, પરિચય_જીવન*કવન, મુશાયરો, વિવેચન, શાયરી, શેર, Gazal, Gazhal_wafa, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, ડૉ.શિરીશ પંચાલ, નઝમ, મુશાયરો, લેખ, વિવેચન, શાયરી, શેર, Dr.Shirish Panchal, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Shayri, Sher, Shero shayri
abhinandan
aapanI darek email vaanchu chhu ane maaNu paNa Chu.
By: vijay Shah on 08/21/2011
at 1:25 PM