Posted by: bazmewafa | 07/27/2011

ગઝલ:એકના બે થાયના—શયદા

એકના બે થાયના—શયદા

વાત આ કહેવાયના સહેવાય ના,

એ જુઓને એકના બે થાય ના.

 

જાન મારી જાય અથવા જાય ના,

એટલું ઈચ્છું કે તું ભૂલાય ના.

 

એમને રસ્તો કદી મળતો નથી,

ઠોકરો જે આ જગતમાં ખાય ના.

 

કાળની દાંડી નગારા પર પડી,

રાત મારાથી હવે રહેવાય ના.

 

બે હશે તે બેના બે રે’શે સદા,

એક છે તો એકના બે થાય ના.

 

આંખ એ નાસૂર છે ચહેરા ઉપર,

શર્મથી એ લેશ પણ શરમાય ના.

 

ઝંખના એની મઝા એમાંજ છે,

ચાહું છું મેળાપ એનો થાય ના.

 

આપનું જોબન જુઓ ઝોલે ચડ્યું,

જીવ મારો કેમ ઝોલા ખાય ના.

 

યાદ આવ્યા કામ ‘શયદા’ કાલના,

આજ પાણી આંખડીમાં માયના.

(સૌ. ગઝલ સમ્રાટ શયદાનો ગઝલ ગુલઝાર પૃ-142)

 


Responses

  1. muje yah gazal padh ke bahut accha laga, or aage bhi aap isehi gazal likho yahi prabhu se prathana


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers