Posted by: bazmewafa | 07/07/2011

ગઝલ:જાગો તો ખરા—ખલીલ ધનતેજવી

જાગો તો ખરા—ખલીલ ધનતેજવી

 

સૂર્ય પાસે ભાગ માગો તો ખરા,

ક્યારના સૂતા છો જાગો તો ખરા.

 

એ પછી તો ગોપીઓ પણ આવશે,

વાંસળીની જેમ વાગો તો ખરા.

 

વાત માનવતા વિશે કરવી છે-પણ,

આપ માણસ જેવા લાગો તો ખરા.

 

સૌથી અળગા થઈ જવું તો શક્ય છે,

જાતથી પણ દૂર ભાગો તો ખરા.

 

સૌ ખલીલ ઇચ્છાઓ પૂરી થઈ જશે,

પારકાની આશ ત્યાગો તો ખરા.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers