Posted by: bazmewafa | 07/04/2011

ગઝલ:વહેતી નદી થંભી હતી—હર્ષ બ્રહ્મભટ્ટ

વહેતી નદી થંભી હતી—હર્ષ બ્રહ્મભટ્ટ

 

મેં જ તો એને સખત ઝંખી હતી,

વેદન મારી જીવન સંગી હતી.

 

વાંસવન જેવું બનેલું મન છતાં,

વાંસળીની ચોતરફ તંગી હતી.

 

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,

જિંદગી હમણાં જ મેં રંગી હતી.

 

એક તરણાનો સહારો ના મળ્યો,

કમનસીબી  પ્હાડશી જંગી હતી.

 

મેં તરાપો પાણીમાં મુક્યો અને-

એકદમ વહેતી નદી થંભી હતી.

 (મૌનની મહેફિલ,પૃ.4,)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers