Posted by: bazmewafa | 06/28/2011

અછાંદસ:અમને થયું, હાશ!–પ્રવીણ ગઢવી

અમને થયું, હાશ!–પ્રવીણ ગઢવી

અમને થયું, હાશ !

રાજાનાં રાજ ગયાં, પાટ ગયાં

મુગટ પડ્યા ધૂળમાં,

હવે ના કોઈ લડાઈ, વડાઈ ને ભાટાઈ !

નેપોલિયન ઝૂમ્યો ચોતરફ

યુરોપ ખંડે

તલવાર વીંઝતો.

કૂત્તાઓની જેમ તગેડ્યા જિર્ણ રાજવીઓ.

રશિયન બરફમાં ફસાયોય,

વોટરલૂમા પકડાયો

હેલેનાના એકાંતમાં મૃત્યુ પામ્યો

અમને થયું, હાશ !

જર્મન કૈસરને થયું,

રહી ગયો હું, અંગ્રેજ જમીં ખાઈ ગયા

પ્રથમ વિશ્વયુદ્ધ લડ્યો, હાર્યો.

અમને થયું, હાશ !

લેનિને ઝારનો કર્યો

શિરચ્છેદ.

લાલ અને શ્વેત દળો લડ્યાં

ધરા થઈ લાલ.

અમને થયું હાશ !

ત્યાં દાનવ હિટલર થયો પેદા

કમ્યુનિસ્ટો સળગાવ્યા,

યહુદી ગૂંગળાવ્યા,

યુરોપ ખંડે બોમ્બ વરસાવી પહોંેચ્યો આફ્રિકા

વિશ્વ વિજય કાજે

મુસોલિની ફ્રાંકો-હિરો હિટો સૌ

તાંડવ નાચ્યા, હારી થાકી

અમેરિકાએ ઝીંક્યો અણુ બોંબ

હિરોશીમામાં થઈ શાંતિ

અમને થયું, હાશ !

સ્તાલિન કહે, ઊગતો સૂરજ મારો

અમેરિકા કહે, આથમતો સૂરજ મારો

ચણી ર્બિલન વચ્ચે દીવાલ

નાટો નામે કોરીયામાં લડ્યા.

ક્યૂબામાં લડ્યા

વિયેતનામા પર બોંમ્બ ઝીંક્યા, તોય હાર્યા.

અમને થયું, હાશ !

આરબના તંબુમાં ઇઝરાયેલનું ઊંટ પેઠું

કાશ્મીરમાં તાયફા થયા

લડતાં લડતાં વર્ષો ગયાં.

અમને થયું, હાશ !

અફઘાન પહાડીઓ પર

તાલિબાન ચઢી બેઠા

ઓસામા બિન લાદેન

કંદહારની ગુફાઓમાં સંતાયો

રશિયન ભાગ્યા, અમેરિકન આવ્યા.

અમને થયું, હાશ !

ઓસામા બિન લાદેન

હિન્દુકૂશના પહાડો ઓળંગી, કશ્મીર થઈ

મુંબઈ તાજ હોટલ સુધી આવ્યો.

કમાન્ડોએ ફાયરિંગ કર્યું,

એણે હેન્ડગ્રેનેડ ફેંક્યા

આખરે આવ્યો અંત !

અમને થયું, હાશ !

રાજાનાં રાજ ગયાં, પાટ ગયાં

મુગટ પડ્યા ધૂળમાં

વારસાઈ રાજા ગયા, લોકશાહી રાજા આવ્યા.

તોય ના મટી

આ લડાઈ, વડાઈ ને ભાટાઈ !

ક્યારે થશે હાશ ?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers