Posted by: bazmewafa | 06/26/2011
આસ્વાદ:વસીમ મલીક-હનીફ સાહિલ
મૈં ઈસ લિએ ઝિંદા હું કે મૈં બોલ રહા હું
દુનિયા કિસી ગૂંગે કી કહાની નહીં લિખતી

સુરતના સાહિત્યિક વર્તુળોમાં જેનું નામ આદર સાથે લેવાય છે તેવા જનાબ વસીમ મલીકનો આ શે’ર તેમની ઝિંદાદિલીની મિસાલ છે. વસીમ મલીક એકસપોર્ટના કારોબારની સાથે રિયલ એસ્ટેટ એજન્ટ પણ છે. હિન્દી અને ઉર્દૂ એમ બન્ને ભાષામાં અધિકારપૂર્વક લખતા જનાબ વસીમ મલીકના ગઝલ સંગ્રહોમાં તપિશ, ઉજાલોં કા સફર, ખ્વાહિશ, ઈન્તેઝાર મત કરના અને ધુવાં કલ ભી થા બહુત નો સમાવેશ થાય છે. જયારે સેહરા મેં અઝાન અને ફિર હમ કહાં ઔર તુમ કહાં પ્રગટ થવાની તૈયારીમાં છે.
હાલાંકે યે બરવકત કહાની નહીં લિખતી
તારીખ મગર ખૂન કો પાની નહીં લિખતી
ઈક ઐસી અદાલત મેં હૈ દરખ્વાસ્ત હમારી
અફસોસ જો ઝાની કો ભી ઝાની નહીં લિખતી
મૈં ભી કભી ઝખ્મોં કી નુમાઈશ નહીં કરતા
વો ભી કભી માઝી કી કહાની નહીં લિખતી
ઘર કો કભી મલ્બા નહીં કહતી હૈ મોહબ્બત
વો અપની હવેલી કો પુરાની નહીં લિખતી
નુકસાન વસીમ ઈસમેં હૈ દુનિયા કા હી લેકિન
ફિરભી વો મેરી તલ્ખ બયાની નહીં લિખતી
વસીમ મલીક લખનઉના મર્હૂમ શાઈર વાલી આસી સાહેબના શિષ્ય છે. તેમની ગઝલોમાં પ્રાચીન સંસ્કૃતિનું સૌંદર્ય અને આધુનિક સભ્યતાની સુગંધ છે. તેઓ શબ્દના આત્માને જાણે પીછાણે છે અને ગઝલમાં તેના યોગ્ય ઉપયોગને સમજે છે. જનાબ વસીમ મલીક વર્તમાન સમયના પ્રવાહ સાથે ઝડપથી તાલ મિલાવી ઝમાનાથી આગળ નીકળી જવાની હિંમત રાવે
છે. તેમનામાં રહેલી ભાવનાઓની તીવ્રતા અને સચ્ચાઈ આદરને પાત્ર છે.
બૈઠે બૈઠે અપને હી ઘર મેં મુસાફિર હો ગએ
હમને હિજરત ભી નહીં કી ઔર મુહાજિર હો ગએ
તુમ ભી અપને ઝુલ્મ કા અંજામ દેખોગે ઝુરૂર
તુમ સે પહલે ભી ફના કિતને હી જાબિર હો ગએ
ઈસ સે બઢ કર ઔર કયા હુબ્બે વતન કા દેં સબૂત
સરહદોં ને જબ ભી દી આવાઝ હાઝિર હો ગએ
કૌન અબ કંગાલ રિશ્તોં કો નિભાએગા વસીમ
વો હમારે ચાહને વાલે ભી તાજિર હો ગએ
સફર કિતના કરેગા કારવાં હમ દેખ આએ હૈં
થકે હારોં કી મંઝિલ કા નિશા હમ દેખ આએ હૈં
મકાનો કો ઝુલસતા દેખ કર નફરત કે શોંલો મેં
ઉઠા થા આંખ સે કિસકી ધુવાં હમ દેખ આએ હૈં
નમક ઝખ્મોં પે બાતોં સે છિડકના યાદ હૈ અબ તક
બહુત પહલે મિજાઝે દોસ્તાં હમ દેખ આએ હૈં
વસીમ ઉસકી નઝર મેં ચાર તિન્કે ભી ખટકતે થે
કુશાદા દિલ હૈ કિતના આસમા હમ દેખ આએ હૈં
લખનઉથી પ્રકાશિત થતા માસિક ‘‘લારૈબ’’નો ફેબ્રુઆરીર૦૧૧નો અંક ગુજરાતના ઉર્દૂ કવિઓના વિશેષાંક તરીકે પ્રગટ થયો છે. તેમાં વસીમ મલીકના વિભાગમાંથી કેટલાક ઉત્તમ
શે’ર માણીએ ઃ-
અય ભંવર તેરી તરહ બેબાક હો જાએંગે હમ
સાથ મેં રહકર તેરે તૈરાક હો જાએંગે હમ
હમ કબૂતર કી તરહ શફફાક હૈં માસૂમ હૈં
તુ સતાએગા તો ફિર આલાક હો જાએંગે હમ
ઓઢ લેંગે યે ઝમીં ચાદર કી તરહ એક દિન
એક દિન મિટ્ટી તેરી ખોરાક હો જાએંગે હમ
શાખ સે કટ કર અલગ હોને કા હમ કો ગમ નહીં
ફૂલ હૈં ખુશ્બૂ લુંટા કર ખાક હો જાએંગે હમ
ઝિન્દગી રસ્સી પે ચલતા ઈક મદારી હૈ વસીમ
કયા પતા હૈ કબ સુપર્દે ખાક હો જાએંગે હમ
અપને લહૂ સે હમને જલાએ થે જો ચિરાગ
વો આજ ખો ગએ હૈં ઉજાલોં કી ભીડમેં
તુમને તો ઈક દિયા ભી જલાયા ન રાત મેં
ઔર સુબ્હ જબ હૂઈ તો સવેરા પહન લિયા
કદ આવરી કે શૌક મેં બોનોં ને અય વસીમ
તન પર લિબાસ કદ સે ઝિયાદા પહન લિયા
અઘરા શબ્દોના અર્થ:
ઝાની = વ્યભિયારી, ભ્રષ્ટાચારી, નુમાઈશ = પ્રદર્શન,
મલ્બા = કાટમાળ, તલ્ખબયાની = કટુવાણી,
જાબિર = જાલિમ, કુશાદા = વિશાળ, બોના = ઠીંગણા
(સૌજન્ય-ગુજરાત ટુડે 21જુન2011)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, નઝમ, પદ્ય, પરિચય_જીવન*કવન, માહિતી લેખ, મુશાયરો, શાયરી, શેર | Tags: ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Hanif Sahil, Waseem Malik
ઓઢ લેંગે યે ઝમીં ચાદર કી તરહ એક દિન
એક દિન મિટ્ટી તેરી ખોરાક હો જાએંગે હમ બધાંશેર સારા છે…માશાઅલ્લાહ!!
By: sapana on 06/30/2011
at 10:35 PM