Posted by: bazmewafa | 06/26/2011

ગઝલ:સંભારણું કહે-રતિલાલ ‘અનિલ’

સંભારણું કહે-રતિલાલ ‘અનિલ’

લોહી નીગળતા હાથનું ‘ઓવારણું’ કહે,

ઇતિહાસ રકતપાતને ‘સંભારણું’ કહે !

 

વેરાનમાં વંટોળિયો સૂસવે ઘણું કહે:

કેવી રીતે મને હું  પછી સાંભળું કહે!

 

હુંકાર સાથે ‘હું’ નો બધો શોર ચોતરફ,

બોલે તો કોણ , કોન વળી ‘આપણું’ કહે !

 

કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી અહીં,

રાતે ધીમે બીડાતું એવું ‘બારણું’ કહે.

 

દિલાવરીના એવા શબ્દ શું ગયા , ગયા?

કે કોઈ ધીકતી આગને પણ ‘તાપણું’ કહે !

 

સાંભલ હવે કહેવાય છે કળિયુગની ગીતા:

જંગલિયતને ‘સંસ્કૃતિનું પારણું’ કહે !

 

પદરવ ગયો ને પૂજવાને પાદુકા રહી…

કે ચાલવાનું ક્યાં હવે? તું ‘બેસણું’ કહે !

 

કેવી રીતે જીવીશ ક્યામત સુધી ‘અનિલ’  ?

’નિજને હણું, નિજને હણું, નિજને હણું’, કહે!

 

(સૌજન્ય:અલવિદા!.પૃ.173)

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers