Posted by: bazmewafa | 06/24/2011

ગઝલ:ખયાલ કરવાની-સુધીર પટેલ

ખયાલ કરવાની-સુધીર પટેલ

બેસી ઉમર ખયાલ કરવાની,

અજીબો ગરીબ સવાલ કરવાની.

 

કોઈ પણ હો ઋતુ દુનિયાની,

લાગણીઓ ધમાલ કરવાની.

 

બોલશે નહિ કશું ય ઊર્મિઓ,

ગાલ બસ લાલ લાલ કરવાની.

 

મેળવીને જે જંપશે તક એ ,

છે જવાની કમાલ કરવાની.

 

હો ભલે હાથ સાવ ખાલી ખમ,

છે અમીરાત વ્હાલ કરવાની.

 

કાનમાં વાત જે કીધી ‘સુધીર’

જિંદગીભર નિહાલ કરવાની.

 

(સૌજન્ય: ઉકેલીને સ્વયંયના સળ પૃ.61)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers