Posted by: bazmewafa | 06/20/2011
ગઝલ:કબર મળે ન મળે.—મુહમ્મદઅલી વફા

કબર મળે ન મળે.—મુહમ્મદઅલી વફા
અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચીરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.
નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.
જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં
પછી કો શાયરનો આવો હસર મળે ન મળે.
હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો
બને વણજાર ની કોઈ નજર મળે ન મળે.
જલાવો સાબરમતીને કયાંક રોકીને
પછી એ રામના નામની અસર મળે ન મળે.
ભરી લીધું વતનની રેતથી તમે માથું
પછી ‘આદિલ’કદી એવું નગર મળે ન મળે.
‘વફા’વતન ની મહોબ્બત હિસ્સો ઈમાન તણો
ફરી પાછી અમોને રંગીન કદર મળે ન મળે.
(સૌ.કોને મળું?પૃ.43 )
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Sher, Shero shayri
અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચીરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.
નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.
Jigar hachmachaavanaar Photograph ane evi j Hridayadravak rachanaa….
Kaushik Amin.
By: Kaushik on 06/20/2011
at 11:48 PM
એ રેત, માટી ,કે વૃક્ષો ને એજ રસ્તાઓ.
જરા જઈને જોઈલો કોઈ હમસફર મળે ન મળે,
ફરી ફરી ને થાક લાગશે તન ને મન ને,
ધરા ને ખોદશો તો પણ એ ઘર મળે ન મળે
By: razia on 06/23/2011
at 4:25 AM
[...] ગઝલ:કબર મળે ન મળે.—મુહમ્મદઅલી વફા [...]
By: જેને મળું એ લાગે હવે અજનબી મને—ડૉ.શિરીષ પંચાલ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा on 08/20/2011
at 5:07 PM