Posted by: bazmewafa | 05/29/2011
તાજમહાલની હારજીતનો નિર્ણય હવે આપણા જ હાથમાં છે–ગુજરત સમાચાર 27જુન2007

તાજમહાલની હારજીતનો નિર્ણય હવે આપણા જ હાથમાં છે
હિદુસ્તાનમાં મોગલ શાસકોનો સત્તાકાળ ત્રણ સદીથી વઘુ વર્ષોનો રહ્યો. મોગલ રાજવંશના શાસનની બુનિયાદ બાબરે નાખી. હૂમાયુએ સત્તાનો વારસો જેમ તેમ કરીને જાળવી રાખ્યો. આ બંને બાદશાહોની હકૂમતનો દાયરો વિશાળ નહોતો. પરંતુ હૂમાયુના વારસદાર અકબરે ગુજરાત સહિત અનેક પ્રદેશો ઉપર લશ્કરી વિજય મેળવીને તેમને મોગલ સામ્રાજ્યની સરહદમાં સમાવી લીધા. જલાલ-ઉદ-દીન મહંમદ અકબર (૧૫૫૬-૧૬૦૫) સૌ પ્રથમ મોગલ સમ્રાટ હતો, જેણે એક શક્તિશાળી સામ્રાજ્ય ઊભું કર્યું. અકબરના અનુગામી શાસક નૂરુદ્દીન મહંમદ જહાંગીરના ૧૬૦૫ થી ૧૬૨૭ સુધીના શાસનકાળે મોગલ સામ્રાજ્યને વઘુ મજબૂતી બક્ષી. સમ્રાટ જહાંગીરનો વારસદાર શાહજાદા ખુર્રમ તખ્તેતાઉસ ઉપર બેઠો ત્યારબાદ તે શાહજહાં નામથી જગમશહૂર થયો. મોગલ સામ્રાજ્યની સમૃઘ્ધિ ત્યારે ચરમસીમાએ હતી. અકબર અને જહાંગીરની હકૂમતના દોરમાં આસામથી માંડીને પશ્ચિમે ઇરાનના સરહદી ઇલાકાઓ સુધી મોગલ સામ્રાજ્યનો દબદબો સ્થાપિત થઇ ચૂક્યો હતો. ઉત્તરે કાશ્મીર, કાબુલ અને કંદહાર સુધી સામ્રાજ્યનો ફેલાવો થયો હતો. સર્વત્ર રજતમુદ્રા તથા સુવર્ણમુદ્રાનું પ્રચલન હતું. અકબરાબાદ (આગ્રા) અને શાહજહાનાબાદ (દીલ્હી)ની સુખ-સમૃઘ્ધિ વિશેની વાતો દૂર દૂર સુધી ફેલાઇ ચૂકી હતી. શાહજહાંએ સત્તા સંભાળી ત્યારે શાહી ખજાનો છલકાઇ રહ્યો હતો. તે જમાનાની જાહોજલાલીને વાચા આપતી ભવ્ય ઇમારતો તથા લલિતકલાઓને પ્રોત્સાહન આપતા શાહી ફરમાનોને લક્ષ્યમાં લેતા શાહજહાંના શાસનકાળને ઇતિહાસકારોએ ‘મોગલ સામ્રાજ્યના સુવર્ણ તબક્કા’ તરીકે મૂલવ્યો છે. મોગલ શહેનશાહ શાહજહાંએ નિર્માણ કરાવેલી અનેક અદ્ભુત ઇમારતોમાં તાજમહાલ લાજવાબ છે.
ઇ.સ. ૧૬૨૮માં શાહજહાં હિંદુસ્તાનનો શહેનશાહ બન્યો. પરંતુ સામ્રાજ્યના વૈભવનું સુખ માણવાનું બેગમ અરજૂમન્દબાનુના નસીબમાં નહોતું, જેને તે બેહદ ચાહતો હતો અને જેને તેણે મુમતાઝ નામ આપ્યું હતું. શાહજહાં તખ્તનશીન થયો તેના ત્રીજા વર્ષે પંદરમી પ્રસૂતિ વખતે મુમતાઝ જન્નતશીન થઇ ગઇ. મુમતાઝની યાદમાં એક આલેશાન મકબરો ઊભો કરવાના સંકલ્પ સાથે શાહજહાંએ ૧૬૩૨માં એક ઇમારતનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. વીસ હજારથી વઘુ હિંદુસ્તાની અને ઇરાની કારીગરોના સતત પરિશ્રમના અંતે અસ્તિત્વમાં આવેલા એક બેનમૂન સ્મારકને શાહજહાંએ તાજમહાલ નામ આપ્યું. ઇ.સ. ૧૬૬૬માં શાહજહાંનું અવસાન થયું ત્યારબાદ તેને પણ તેની આખરી ખ્વાહીશ મુજબ તાજમહાલમાં મુમતાઝની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો. ઔરંગઝેબે બંદી બનાવેલા વયોવૃઘ્ધ શાહજહાંએ જીંદગીના અંતિમ સાત વર્ષ આગ્રાના કિલ્લાના કેદખાનાના એક ઝરૂખામાંથી દેખાતા તાજમહાલને નીહાળતા નીહાળતા બેગમ મુમતાઝની યાદમાં વીતાવ્યા હતા.
ઔરંગઝેબના અવસાન બાદ મોગલ સામ્રાજ્યની પડતીના દિવસો શરૂ થયા. સામ્રાજ્યની શાનોશોકતની રોશની ફેલાવતી શમાઓ બુઝાવા લાગી. મોગલ હૂકૂમતે બ્રિટિશરોએ લાદેલી પાબંદીઓ માન્ય રાખવી પડી. આખરી મોગલ શહેનશાહ બહાદુરશાહ ઝફર (૧૮૩૭-૧૮૫૮)ની હકૂમત છેવટે લાલ કિલ્લામાં જ સમેટાઇ ગઇ હતી. ૧૮૫૭ની ઇન્કલાબી મુહિમની નિષ્ફળતા બાદ બ્રિટિશ સત્તાએ રંગૂનની એક અંધાર કોટડીમાં ધકેલી દીધેલા બદનસીબ બાદશાહ બહાદુરશાહના દિલમાં આખરે એ વાતનો ગમ રહી ગયો કે તેને સુપુર્દેખાક થવાના વખતે પોતાના વતનમાં બે ગજ જેટલી જમીન પણ મયસ્સર ના થઇ શકી. ઓગણીસમી સદીના મઘ્યે ત્રણ સદીથી ટકી રહેલા જાહોજલાલ મોગલ સામ્રાજ્યનું નામોનિશાન મટી ગયું. છતાં શાહજહાં અને મુમતાઝની પ્રેમકહાણી દિનરાત દોહરાવતો તાજમહાલ યમુના નદીના કિનારે આજદિન સુધી અડીખમ ઊભો છે. બે પ્રેમી આત્માના અતૂટ બંધનના પ્રતીકરૂપ તાજમહાલના માઘ્યમે વ્યક્ત થતી એક અનંત પ્રેમકથા વિશે એક શાયરે લખ્યું છે કે-
એક શહનશાહ ને બનવા કે હસી તાજમહલ,
સારી દુનિયા કો મોહબ્બત કી નિશાની દી હૈઃ
જિસકે સાયે મેં સદા પ્યાર કે ચર્ચે હોંગે,
ખત્મ જો હો ન સકેગી વો કહાની દી હૈ !
દેશ આઝાદ થયો ત્યારબાદ તાજમહાલ દુનિયામાં આપણા દેશનું પ્રતીક બની ગયો છે. દુનિયાના ઘણાં દેશોના લોકો આપણા દેશને એ રીતે ઓળખે છે કે ‘ઇન્ડિયા એટલે કે અહિંસાના પુજારી મહાત્મા ગાંધીનો દેશઃ ઇન્ડિયા એટલે કે વિશ્વ શાંતિના સમર્થક જવાહરલાલ નહેરૂનો દેશઃ આપણા દેશની આવી ઓખાણ વિશે જાણીને આપણે ગૌરવ અનુભવીએ છીએ કેમ કે આપણા દેશનો દરેક નાગરિક શાંતિ અને અહિંસાના મૂલ્યોનું મહત્વ સમજે છે અને વિશ્વમાં પ્રેમભાવનો પ્રસાર થાય એવું ઇચ્છે છે. દરેકનું એવું કહેવું છે કે ‘મેરા પૈગામ હૈ મહોબ્બત જહાં તક પહુંચે !’
સદીઓથી દુનિયાને મહોબ્બતનો પૈગામ આપી રહેલા શાહજહાંના તાજમહાલને આપણે નવેસરથી તૈયાર થઇ રહેલી વિશ્વની સાત અજાયબીઓની અંતિમ યાદીની મંઝિલ સુધી પહોંચાડવાનો છે.
(સૌજન્ય:ગુજરત સમાચાર 27જુન2007)
Click the the following URL to listen the Nazam on taj written by Shaqeel Badayuni
જનાબ બેકાર સાહેબ કૃત તાજ અને યમુના પર લખાયેલ નઝમ વાંચવા નીચેના URL પર કલીક કરવા વિનંતી છે
Like this:
One blogger likes this post.
Posted in Article, આસ્વાદ, કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગદ્ય, ગીત, નઝમ, પદ્ય, શાયરી, શેર | Tags: ગુજરાતી શાયરી, નઝમ, માહિતી લેખ, વિવેચન, શાયરી, શેર, TajMahal
દેશ આઝાદ થયો ત્યારબાદ તાજમહાલ દુનિયામાં આપણા દેશનું પ્રતીક બની ગયો છે……………..
AND
Taj Mahal will always remain the Pride of India.
India which is loved by all Indians of the different Faiths but with One SOUL which has the LOVE for our MOTHERLAND.
I hope we become the “LAND of Love for All”& that Taj Mahal be the PRATIK of our UNIVERSAL LOVE..which can spread beyond our Borders and reach Pakistan & the distant Lands. I feel that Pakistan is a part of the same MOTHER. Why the needed LOVE is “seen far away” ? Let God inspire all in the World that we are ALL HUMANS first before the “labels of the Religions”
Long live the HUMANITY….Insanyat !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to Chandrapukar !
By: chandravadan on 05/30/2011
at 7:56 PM