મૃગજળની તાણ છે—મરીઝ
સાચો છે પ્રેમ એનું આ સાચું પ્રમણ છે,
જીભે નથી, અમારા નયનમાં વખાણ છે.
વનવાસ ઘરમાં કર જો ન દુનિયા પડે પસંદ,
આ એક ઇલાજ છે, તે ફકત રામબાણ છે.
કાંઠાને આવી રીતથી ખેંચી લીધો અમે,
ભરદરિયે લાંગરેલું અમારું વહાણ છે.
ઉપયોગી સૌ જણસમાં હું એકત્વ જોઉં છું,
છે કોલસાની ખાણ તે હીરાની ખાણ છે..
દુ:ખ પ્રેમમાં જે થાય છે એનો થયો પ્રચાર,
જે એમા સુખ છે એનાથી દુનિયા અજાણ છે.
સહરામાં એની જોવા જવાની નથી જરૂર,
શહેરોમાં પણ ‘મરીઝ’ ક્યાં મૃગજળની તાણ છે?
આપના પ્રતિભાવ