Posted by: bazmewafa | 05/26/2011
ગઝલ:હારી ગયા અમે—રતિલાલ જોગી
હારી ગયા અમે—રતિલાલ જોગી
નીકળ્યા’તા જ્યાંથી ત્યાં આવી ગયા અમે,
ગર્દિશને એમ ઘોળીને પી ગયા અમે.
આપ્યુંતું જે કંઈ આ જમાનાએ લઈ લીધું,
આવ્યાતા’ ખાલી હાથ ને ખાલી ગયા અમે.
મારાજ દિલનું કામ ને મારાજ દિઅલને ઠેસ,
તારી અનાડી રીતથી હારી ગયા અમે.
સંસારના બજારનું કૌતુક બની ગયા,
ન્હોતા ચલણમાં તે છતાં ચાલી ગયા અમે.
જોગી અમારી વાતમાં કૈં પણ નવું નથી,
વાસન હતાજ કઅચનું ફૂટી ગયા અમે.
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Ratilal Jogi, Sher
આપના પ્રતિભાવ