Posted by: bazmewafa | 05/24/2011
ગઝલ:હરણ બતાવ્યાં છે-રમેશ પારેખ
હરણ બતાવ્યાં છે-રમેશ પારેખ
મને તેં ઝાંઝાવાં, તૃષા ને રણ બતાવ્યાં છે,
તને મેં છાયો, નદી ને હરણ બતાવ્યાં છે.
ફૂલો દઈને મારા પ્રેમને તેં સત્કાર્યો,
તો કાંટા દઈને મારા વાંક પણ બતાવ્યાં છે.
બાગમાં મારા બૂઢાપાથી થૈ જઉં હું ઉદાસ,
તો સામે તેંજ હસતાં બાળપણ બતાવ્યાં છે.
દર્દ, નિષ્ઠા, લાગણી ને પરાયણતા,
ષઢ શબ્દોને આ વાજિકરણ બતાવ્યા છે.
પ્રેમ ઉપચાર કરશે,રાખ તું ભરોસો, રમેશ,
તેં એને ઝખ્મી થયેલા ચરણ બાતાવ્યાં છે.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, RameshParekh
આપના પ્રતિભાવ