Posted by: bazmewafa | 05/19/2011
ગઝલ:ફૂલ પણ સુંઘ્યા વગર_મુહમ્મદઅલી’વફા’
ફૂલ પણ સુંઘ્યા વગર_મુહમ્મદઅલી’વફા’
ચાલ્યો ગયો એ બાગથી કો ફૂલ પણ સુંઘ્યા વગર.
છોડી ગયો એ મયકદા મય ને જરા પીધા વગર
સાકી સુરાલયનો અદબ લેજે જરાતું જાળવી.
કોઈ શરાબી જાયના આ દ્વાર થી ઝૂમ્યા વગર.
એનો છતાં વિશ્વાસ હું કરતો રહું છું રાત દિન,
ભીની સમયની રેત એ સરકી જશે કહ્યા વગર.
એતો ભિખારી અવનવો નિશ્ચિત સમયે આવશે,
જાશે નહીં એ દ્વારથી આ પ્રાણને લીધા વગર.
કરવી નથી ફરિયાદ તારા દેણની આજે ‘વાફા’
કોઈ ખુશી દેતો નથી થોડાં દરદ દીધા વગર.
(સૌજન્ય: કોનેમળું?પૃ.૩૮)
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, મોહમ્મઅલી વફા, મોહમ્મદ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujarati short story, MuhammedaliWafa, Sher, Shero shayri
સાકી સુરાલયનો અદબ લેજે જરાતું જાળવી.
કોઈ શરાબી જાયના આ દ્વાર થી ઝૂમ્યા વગર.
સૂર હોય કે સુરા દરેકને પોતાનાં ‘સ્થાન’, મોભો હોય છે.
બાગ પાસેથી નીકળવું અને ફોરમ ન પામવી એ શું શક્ય છે ?!
મજાની રચના.
By: jjkishor on 05/28/2011
at 5:55 AM
Dear Mohmmadbhai,
I immensely enjoy your similies expressed in your gazals. Have you published any book with all or most of your poems or gazals? Please let me know and how to get it? I very much liked the profound truth that the following lines indicate,
સાકી સુરાલયનો અદબ લેજે જરાતું જાળવી.
કોઈ શરાબી જાયના આ દ્વાર થી ઝૂમ્યા વગર.
એતો ભિખારી અવનવો નિશ્ચિત સમયે આવશે,
જાશે નહીં એ દ્વારથી આ પ્રાણને લીધા વગર
My salute to you for a very gifted mind to write great gazals!!
Dinesh O. Shah, Gainesville, Florida, USA
By: Dr. Dinesh O. Shah on 05/31/2011
at 10:12 AM