Posted by: bazmewafa | 05/17/2011
ગુજરાતી ડાયસ્પોરાના અભ્યાસી અને સંશોધક ડૉ. બળવંતંત જાનીની ટોરોન્ટોની યાદગાર મૂલાકાત—જય ગજ્જર
ગુજરાતી ડાયસ્પોરાના અભ્યાસી અને સંશોધકડૉ.. બળવંતંત જાનીની ટોરોન્ટોની યાદગાર મૂલાકાત—જય ગજ્જર
મહેફિલ ગ્રુપ અને ગુજરાતી સાહિત્ય સભાના ઉપક્રમે શનિવાર તા. ૭મી મેએ ગુજરાતી ડાયસ્પોરા વિષે એકયાદગાર સમારંભ યોજાઈ ગયો. સભાનું સંચાલન શ્રી ફિરોઝ ખાને એમની કુશળ પ્રણાલી પ્રમાણે કર્યું હતું. તેમણે સૌ મહેમાનો અને પ્રેક્ષકગણને સદભાવભર્યો આવકાર આપી કાર્યક્રમની શરૂઆત કરી. ડૉ. બળવંતભાઈ અને કોન્સુલ એન્ડ હેડ ઓફ ચાન્સેરી મિસ ડી. ચરણદાસીનું પુસ્તકો અર્પણ કરી પ્રીતિ શાહે સ્વાગત કર્યું. શ્રી સલીલ દલાલે જય ગજજરનો એક સમાજ સેવક અને કેનેડાના સર્જક તરીકે પરિચય આપ્યો. જય શ્રી જય ગજજરે ડૉ. બળવંતભાઈનો પરિચય આપતાં કહ્યું કે ડૉ બળવંતભાઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ હતા. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ગુજરાતી ભાષા વિભાગના ડીન અને ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટયુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝનાનદ નિયામક છે.. ગુજરાતી સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે ઉજજવળ કારકીદિ પ્રાપ્ત કરી છે. ગુજરાતીના અધ્યાપક તરીકે ત્રીસ વર્ષ સેવા કરી છે. પીએચ.ડી.ના એ માર્ગદર્શક છે. ડાયસ્પોરા સાહિત્ય સર્જન વિષે એમણે ઘણા બધા પ્રોજેકટ હાથ ધરી સારી ,સફળતા મેળવી છે. ડૉ. જાનીએ આપણા સર્જક જય ગજજરના નવા વાર્તા સંગ્રહનું લોકાર્પણ ર્યું. એ પછી મોહમ્મદઅલી વફાએ ફલાવર વાઝનો પરિચય કરાવ્યો.
એ પછી ડૉ. બળવંતભાઈએ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાની સાથે આરંભેલા કેનેડા સહિત અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના પ્રોજેકટની વિગતો આપી ડાયસ્પોરાના ઈતિહાસ વિષે રસપ્રદ માહિતી સાથે ગૌરવવંતો ઈતિહાસ રજૂ કર્યો. પ્રેક્ષકગણને રસતરબોળ કરી દીધા. એમનો વાર્તાલાપ ડાયસ્પોરા ગઝલના શેર સાથે રજૂ કરી ડાયસ્પોરા સાહિત્ય વિષે સારો પ્રકાશ પાડયો. કેનેડામાં ગુજરાતી સર્જન વિષે રમણિકભાઈ શાહની વાત કરી એમના પ્રવાસ સાહિત્યની મહત્તાઓ તમણે ચીંધી બતવી. અમેરિકા, લંડન, કેનેડાના ડાયસ્પરાનો ઈતિહાસ કેટલો ઉજજવળ છે તેની વાતો કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા. એ પછી ડી. ચરણદાસે કેટલીક રસપ્રદ વાતો કરતાં ગુજરાતના ગૌરવ પર પ્રકાશ પાડયો. સમારંભમાં હાજર રહેવા અને ગુજરાતીઓના પ્રદાન વિષે સાંભળવા વિષે ગૌરવ અનુભવતાં ગુજરાતી સાહિત્યના સાક્ષર ડૉ બળવંતભાઈને ટોરોન્ટોની ઈન્ડિયન એમ્બસી તરફથી સત્કાર્યા. શ્રી વિપુલભાઈ જાનીએ ગુજરાતી ભાષાના મહત્ત્વ અને એને કદી નહિ અવગણવા વિષે અપીલ કરી. અંતમાં શ્રી કેશવભાઈ ચંદરિયાએ ડૉ બળવંતભાઈ જેવા વિદેશી સાહિત્યના અભ્યાસીને ટોરોન્ટોમાં પધારવા અને ગુજરાતીઓના ગૌરવને વધારવાની અમૂલ્ય તક આપવા બદલ આભાર માની એક પુસ્તક સમર્પણ કર્યું. અંતમાં અલ્પાહાર લઈ સૌ શ્રતાજનો એક યાદગાર ભવ્ય પ્રવચન માણ્યાના ગૌરવ સાથે વિખરાયા,
Like this:
Be the first to like this post.
This report on Gujarati Literature Diaspora Meet is very short. I read a report of this event written by Mr. Firoz Khan and published in Two English and Two Hindi newspapers. That report is detailed one. I feel that report should have been kept in Bazme Wafa.
Thankyou very much for your concern.
For non Gujarati reader the report By Firozbhai has been posted to the Urdu-Hindi web Shayri.com.
Pl.check the URL
http://www.shayri.com/forums/showthread.php?p=426874#post426874
By: Indresh Joshi on 05/25/2011
at 11:37 AM