Posted by: bazmewafa | 04/27/2011
ગઝલ:થાકવાનું બંધ કર—આબિદ ભટ્ટ
થાકવાનું બંધ કર—આબિદ ભટ્ટ
તું નકામું થાકવાનું બંધ કર,
ઘર બરફનું બાંધવાનું બંધ કર.
છીપ શબ્દોને ય ખાલી હોય છે,
અર્થ મોતી શોધવાનું બંધ કર.
શું થયું ને શું થશે ક્યારે થશે?
આમ ઝીણું કાંતવાનું બંધ કર.
ફાન સૌ ભેગા કરી બાંધ્યું નગર,
અશ્રુઓ ત્યાં વાવવનું બંધ કર.
મોતને હશે ગરજ તો આવશે,
એ દિશામાં તાકવાનું બંધ કર.
હસ્ત ર્ખા પણ પસીને ચમકશે,
તું નફતનું માંગવાનું બંધ કર.
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: Abid Bhatt, આબિદ ભટ્ટ્, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
મોતને હશે ગરજ તો આવશે,
એ દિશામાં તાકવાનું બંધ કર.
Excellent.
By: Sam Hindu on 04/28/2011
at 3:39 PM