શંકાનું પજવવાનું—બેજાન બહાદુરપુરી
મળે જે માત્ર જગના મંચ પર દિલથી ભજવવાનું?
થયો જ્યાં ખેલ પુરો કે તરત મ્હોરું ફગવવાનું!
અમે આવ્યા અને ચાલ્યા જગતને જાણ પણ ના થઈ!
હતું આ ભાગ્યમાં ક્યારે દિશાઓને ગજવવાનું!
ઉપરવાળોએ લોકોના હિસાબો કેટલા રાખે!
ભૂલી જાતો હશે એ કૈંકના ખાતાં ખતવવાનું!
ભરોસો જાત પર નાહોય તો શું રાહ ને મંઝિલ,
કદમ આગળ ધરોને ભૂત શંકાનું પજવવાનું!
ચકાસી જો બરોબર, કે એ નર્યો પથ્થર કે હીરો છે,
ઝવેરી ટાળ મા ‘બેજાન’નું પાણી પરખવાનું!
આપના પ્રતિભાવ