Posted by: bazmewafa | 04/27/2011
અછાંદસ:કડવાદૌના—ડૉ.અદમ ટંકારવી

કડવાદૌના—ડૉ.અદમ ટંકારવી
I think we are in rat’s alley
Where the dead man lost their bones
T S Eliot
નિર્દોષ બાળકને મારી કાપી
મડદું કૂવામાં નાંખ્યું
ડબૂક ડબૂક
સૂનસન્નાટો
અધરાતે રણશિંગડું વાગે
સૂતાં પાણી જાગે
બળબળતો એક તારો ખરે
પાણી હલબલે
મૂકે પોક
ઝબકી જાગે લોક
થોકે થોક
ઊંડા કૂવામાં ઝાંખે
ડોલમાં ખેંચી પાણી ચાખે
થૂ થૂ કાળોકેર
કૂવાનાં પાણી કડવાં ઝેર
ગામના ઊંડા કૂવા2
કૂવાનાં કડવા પાણી
1-પછી ત્રીજા દૂતે વગાડ્યું.એટલે દીવાના જેવો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. તો તરત તારાનું નામ કડવાદૌના છે૱અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવાદૌના રૂપ થયો; અને તે પાણી કડવા થયા.
2-ઓડ ગામનાં ઊંડા કૂવામાં કહેવાય છે: 2002ના રમખાણોમાં આ ગામે હત્યાઓ કરી મૃતદેહો કૂવામાં નાંખેલા.
(સૌજન્ય:ઓથાર 2002 પૃ.45)
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, Dr.AdamTankarvi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
આપના પ્રતિભાવ