Posted by: bazmewafa | 04/27/2011
ગઝલ:ઝાકળ ના મૂકે—મણિલાલ હ.પટેલ
ઝાકળ ના મૂકે—મણિલાલ હ.પટેલ
જીવ વગર એ જળ ના મૂકે,
કાલ કુંવારી પળ ના મૂકે.
માટીમાંથી સાદ ઊઠે છે,
કણબી અમથું હળ ના મૂકે.
એને પન માયા લાગે છે,
ફોગટમાં ઝાકળ ના મૂકે.
ફૂલ કૂંપળમાં ખૂલે છે એ,
અવર કશીએ કળ ના મૂકે.
વૃક્ષ થવાનું વ્હાલું લાગે,
ખાલીખમ એ ફળ ના મૂકે.
ક્રુર ઘાતકી પ્રીત કાય-ની,
બળે દોરડી વળ ના મૂકે.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujarati short story, ManilalH.Patel, Sher, Shero shayri
આપના પ્રતિભાવ