Posted by: bazmewafa | 04/26/2011
મુસ્લિમ શાસકોને જાણીજોઇને અસહિષ્ણુ અને ધર્માંધ ચીતરવામાં આવ્યા હતા — જ.કાત્જૂ
મુસ્લિમ શાસકોને જાણીજોઇને અસહિષ્ણુ અને ધર્માંધ ચીતરવામાં આવ્યા હતા — જ.કાત્જૂ
મહમૂદ ગઝનીના સોમનાથ પરના આક્રમણોને વધુમહત્ત્વ આપવામાં આવ્યું છે જયારે ટીપુ સુલતાન દ્વારા ૧પ૬ હિંદુ મંદિરોને વાર્ષિક આર્થિક સહાય આપવામાંઆવતી હતી તે બાબતનો કયાંય ઊલ્લેખ નથી.
નવી દિલ્હી, તા.૧૯સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માર્કન્ડેય કાત્જૂએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વધેલા તણાવ માટે મુસ્લિમ શાસકોને અસહિષ્ણુ અને ધર્માંધ ચિતરનારા ઇતિહાસના પુનર્લેખનને જવાબદાર ગણાવ્યુંછે. એવા ઘણા પુરાવા છે કે જે ઇતિહાસના આ પુનર્લેખનને ખોટું ઠરાવી શકે. તેમણે એમપણ જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ બની રહેશે.તેની બાંયધરી આપતી સંયુકત સંસ્કૃતિ અને ઊર્દૂ સંસ્કૃતિ ભારતીયોને એક જૂથ રાખતીહતી. ન્યાયમુર્તિ કાત્જૂએ જણાવ્યુંહતું કે, મુસ્લિમ શાસકો અંગેનું જુઠ્ઠાણું ફેલાવવાનો એજન્ડા બિ્રટિશ શાસકોએ ૧૮પ૭નાવિપ્લવ બાદ અમલમાં મુકયો હતો. તેના કારણે જ મહમૂદગઝનીના સોમનાથ પરના આક્રમણોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જયારે ટીપુસુલતાન દ્વારા ૧પ૬ હિંદુ મંદિરોને વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવતી હતી તે બાબતનો કયાંય ઊલ્લેખ નથી.એક સમારંભમાં ન્યાયમુર્તિ કાત્જૂએ બી.એન.પાંડે દ્વારાલિખિત પુસ્તકમાંથી ઊદાહરણ ટાંકીને દલીલો કરી હતી. ૧૯૭૭માં રાજયસભાના સાંસદોને કરેલા સંબોધનમાં ડો..પાંડેએ જણાવ્યું હતું કે, એક ચોક્કસ નીતિ અંતર્ગત ભારતના ઇતિહાસને જુઠ્ઠાણાથી ભરીદેવામાં આવ્યો હતો. ઇતિહાસમાં એવી છાપ ઊભીકરવામાં આવી હતી કે ભારતીય ઇતિહાસનો મધ્યયુગીન સમયગાળો મુસ્લિમશાસકોના હદુઓ પરના અત્યાચારોથી ભરપૂર હતો અને હિંદુઓ ઇસ્લામિક શાસન તળે પીડા ભોગવતા હતા.
(સૌજન્ય: ગુજરત ટુડે 19એપ્રીલ2011)
Like this:
One blogger likes this post.
Posted in Article, આસ્વાદ, ઇતિહાસ, ઈતર, ગદ્ય, ચર્ચા, ચર્ચા,અભિપ્રાય, ટિપ્પણી, માહિતી, માહિતી લેખ, વિવેચન, Information, News, Opinion | Tags: ઇતર, માહિતી લેખ, લેખ, સમાચાર, History, Justice Katju, Opinion
yes u r right,,,,,,,,,
By: imran bloch on 04/29/2011
at 10:51 AM
સાચો ઈતિહાસ ક્યારેય પણ બહાર આવશે નહિ, એ વાત નો ખુબ અફસોસ છે.
By: હમઝા ઘાંચી on 12/09/2011
at 4:49 AM