Posted by: bazmewafa | 04/20/2011

ગઝલ:અણસાર પણ નથી—નયના જાની

અણસાર પણ નથી—નયના જાની

 

આ તત્વ કોઈ પદાર્થ નથી, ભાર પણ નથી,

ફોરમ નથી, ન ફૂલ કે આકાર પણ નથી

 

ખુલ્લ્લું નથી કે બંધ નથી, ક્ષાર પણ નથી,

છ એ એક એવું ઘર કે જ્યાં દીવાર પણ નથી.

 

સાકાર પણ નથી ને નિરાકાર પણ નથી,

તું માન કે નમાનની તકરાર પણ નથી.

 

આધાર પણ નથી જ, નિરાલંબ છે છતાં-

એવું કયું છે સ્થલ જ્યાં પલવાર પણ નથી.

 

એ સુક્ષમથી યે સુક્ષમ નિરંતર ,નિકટ નર્યું,

અદતું રહે સદાયને અણસાર પણ નથી.

 

આંખોની ખોલ બંધ થકી ફેર નહીં પડે,

ખોલી શકો હૃદય તો પછી વાર પણ નથી.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers