Posted by: bazmewafa | 03/27/2011
ગઝલ:રંગત ગુલાબમાં-પ્રફુલ્લ નાણાવટી
રંગત ગુલાબમાં-પ્રફુલ્લ નાણાવટી
ફૂટી જશે એ વાત અચૂક આજ કાલમાં,
એણે સુગંધી પત્ર બીડ્યો છે ટપાલમાં.
શબ્દો ઊણા ઊતરશે મને શક છે એટલે,
મેં જાળવ્યું છે મૌન પ્રથમથી સવાલમાં.
અધવચ નહિ તો કોઈ અચાનક ઊઠે નહિ,
મારીજ કંઈ ભૂલ હશે બોલચાલમાં.
એમાં કદાચ રંગ હૃદયનો ભર્યો હશે,
બાકી નહોય આટલી રંગત ગુલાલમાં.
આગળ ન જવાય હવે એના ઘર સુધી,
આડશ ઊભી થઈ છે બધે હાલચાલમાં.
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Gujarati short story, prafulNanavati, Sher, Shero shayri
આપના પ્રતિભાવ